ETV Bharat / bharat

IND Vs ENG : આ બે ભારતીય ખેલાડીઓ જશે ઇંગ્લેન્ડ, ભારતની જીત કરશે સુનિશ્ચિત - ખેલાડીઓની ઈજાઓ

ભારતીય ક્રિકેટ બોર્ડ ( BCCI ) દ્વારા બે ખેલાડીઓને ઇંગ્લેન્ડ ( India’s Tour of England 2021 ) મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય ત્રણ ખેલાડીઓની થયેલી ઈજાઓ ( Injury And Replacement Updates )ને કારણે BCCI પૃથ્વી શો (Prithvi Shaw) અને સૂર્યકુમાર યાદવ( Suryakumar Yadav )ને ઇંગ્લેન્ડ મોકલશે. આ બન્ને ખેલાડીઓ શ્રીલંકા સામે ટી-20 ની શ્રેણી પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડ પહોંચશે. મળતી માહિતી મુજબ શો અને યાદવ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.

પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ જશે ઇંગ્લેન્ડ

author img

By

Published : Jul 26, 2021, 5:10 PM IST

  • ભારતીય 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા રિપ્લેસમેન્ટ
  • મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી માંગના પગલે BCCIનો નિર્ણય
  • પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને ઇંગ્લેન્ડ મોકલાશે

ન્યૂઝ ડેસ્ક : પૃથ્વી શો (Prithvi Shaw) અને સૂર્યકુમાર યાદવ ( Suryakumar Yadav ) હવે ઈંગ્લેન્ડમાં ( India’s Tour of England 2021 )ભારતની જીતની સુનિશ્ચિત કરતા જોવા મળશે. BCCI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો, આથી આ બન્ને ખેલાડીઓનું રિપ્લેશમેન્ટ થતા ઇંગ્લેન્ડ જવા રવાના થશે.

BCCIએ રિપ્લેસમેન્ટ માટે લીધો નિર્ણય

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા જ ભારતના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત ( Injury And Replacement Updates ) થયા છે, જેના કારણે ખેલાડીઓના રિપ્લેશમેન્ટની મેનેજમેન્ટે માંગ કરી હતી. આ માંગને પગલે BCCIએ આ નિર્ણય લીધો છે. ત્રીજા રિપ્લેસમેન્ટ તરીકે, અભિમન્યુ ઇસ્વરન ટીમના મુખ્ય લાઇનઅપમાં જોડાઈ શકે છે.

ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા લેવાયો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોને બેકઅપ ઓપનર બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સૂર્યકુમારથી ખૂબ પ્રભાવિત છે અને તેણે સૂર્યકુમારને ઇંગ્લેન્ડ મોકલવાની હિમાયત કરી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કાઉન્ટી ઇલેવન સામે રમાયેલી પહેલી વોર્મ-અપ મેચમાં 2 ભારતીય ખેલાડીઓ અવશેષ ખાન અને વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.