હાંગઝોઉ (ચીન): એશિયન ગેમ્સ 2023માં વિવિધ સ્પર્ધાઓ ભારતીય એથ્લેટ્સ પોતાની શ્રેષ્ઠતાનું અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહ્યાં છે. દેશ 100-મેડલના માઇલસ્ટોનને પાર કરવાની સંભાવનાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ રોમાંચક સફરની વચ્ચે, ઘણી રમતોમાં ભારતના પ્રભાવશાળી એથલેટ મેડલ હાંસલ કરી ચુક્યાં છે. મહત્વપૂર્ણ છે કે, એશિયન ગેમ્સના 11માં દિવસે એટલે કે ગઈકાલે ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત તીરંદાજીમાં પણ ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં આવ્યો હોત. જ્યારે બીજી તરફ 4 ગુણા 400 રિલેમાં પુરૂષ ટીમે પણ ભારતના ખાતામાં એક ગોલ્ડ મેડલ ઉમેર્યો હતો. 11માં દિવસે ભારતે 12 મેડલ જીત્યાં હતાં જેમાં 3 ગોલ્ડ સામેલ છે.
સ્ક્વોશ: એશિયન ગેમ્સમાં સ્ક્વોશમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહ સંધુએ મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથે ભારતે અત્યાર સુઘીમાં 86 મેડલ જીતી લીઘા છે. જ્યારે ભારતના સૌરવ ઘોષાલ સ્ક્વોશની મેન સિંગલ્સનો ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો. ફાઈનલમાં તેણે મલેશિયાના ખેલાડીને પરાજય આપ્યો. સૌરવને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
કુસ્તી:એશિયન ગેમ્સમાં ફ્રીસ્ટાઈલ કુસ્તી ભારત માટે ગઢ સાબિત થઈ છે. મહિલા કુશ્તીની 53 કિલોની ફ્રી સ્ટાઈલ વર્ગમાં અંતિમ પંઘાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટેના કુસ્તીના મુકાબલામાં અંતિમની ટક્કર મંગોલિયાની ખેલાડી સાથે થઈ હતી. અંતિમે વિશ્વ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત કિરણ અને બજરંગ પુનિયા અનુક્રમે 65kg અને 76kg કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે મેડલ જીતવાની સંભાવનામાં વધારો કરે છે. દીપક પુનિયા અને સુમિત પણ પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા અને 125 કિગ્રા વર્ગમાં પ્રબળ દાવેદાર છે.
હોકી: મહિલા હોકી સેમીફાઈનલમાં ચીને ભારતને 4-0થી પરાજ્ય આપ્યો, હવે બ્રોન્ઝ મેડલના મુકાબલા માટે ભારતીય ટીમ ઉતરશે. ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમ બંનેએ અસાધારણ કૌશલ્ય અને દમદાર પ્રદર્શન કર્યું છે. મેડલ જીતવાની આશા સાથે પુરૂષોની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, સમગ્ર દેશ આ મેચોના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, કારણ કે હોકીમાં ભારતીય ટીમની જીતની સોનેરી આશાઓ છે.
તીરદાંજી:એશિયન ગેમ્સમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન યથાવત છે, ત્યારે રમતના 12માં દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ તીરંદાજીના કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં જીત્યાં છે. મહિલા અને પુરૂષ બંને જ ટીમોએ ફાઈનલમાં કોરિયાઈ ટીમને હરાવીને ગોલ્ડ પર કબજો જમાવ્યો છે. મહિલા કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં જ્યોતિ સુરેખા, અદિતી સ્વામી અને પરનીત કૌરની ભારતીય ટીમના સ્વર્ણ પદક જીત્યા બાદ દીપિકા અને હરિન્દરે ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ ઉમેર્યોય તેણે આઈા આઝમાન અને મોહમ્મદની મલેશિયાઈ જોડીને 11-10, 11-10થી હરાવી. ભારતની તીરંદાજી ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટ્સમાં ભારે પડી રહી છે.. જ્યોતિ સુરેખા પહેલેથી જ મેડલ મેળવી ચૂકી છે અને હવે તે વ્યક્તિગત ફાઇનલમાં ગોલ્ડ મેળવવા માટે પ્રયત્નશીલ છે. કમ્પાઉન્ડ પુરૂષ ટીમ તીરંદાજીમાં ભારતને સ્વર્ણ પદક મળ્યો છે, ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને જાવકર પ્રથમેશ સમાધાનની ટીમે દક્ષિણ કોરિયાને 235-230 ના અંતરથી પરાજય આપ્યો છે. આજના દિવસે ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
ક્રિકેટ: ક્રિકેટમાં, ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની પુરૂષ ક્રિકેટ ટીમ પણ ફુલ ફોર્મમાં છે. જ્યારે ભારતીય મહિલા ટીમે પહેલેથી જ ગોલ્ડ જીતી લીધો છે. ત્યારે દેશ હવે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ તરફથી ગોલ્ડ મેડલ સિવાઈ કોઈ મેડલની અપેક્ષા રાખતું નથી.
કબડ્ડી:એશિયન ગેમ્સમાં કબડ્ડી હંમેશા ભારતનો ગઢ રહ્યો છે અને આ વર્ષ પણ તે સાર્થક થવાનું છે, ભારતની પુરૂષ અને મહિલા બંને ટીમો સુવર્ણ ચંદ્રકો માટે પ્રબળ દાવેદાર છે, ત્યારે કબડ્ડીમાં પણ ભારતને બે મેડલ મળે તેવી પ્રબળ આશા છે.
બેડમિન્ટન: ભારતના એચએચ પ્રણયે મેન સિંગલ્સના સેમીફાઈનલમાં પહોંચીને મેડલ પાક્કો કરી લીધો છે. આ તેનો એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ હશે. 1982 બાદ મેન સિંગલ્સમાં પણ ભારતનો બેડમિન્ટનમાં પ્રથમ પદક હશે. એચએચ પ્રણયે ઈજાગ્રસ્ત હોવા છતાં મલેશિયાના ખેલાડીને હરાવીને મેન બેડમિન્ટનની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો. આ ઉપરાંત ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની પ્રખ્યાત પુરુષ ડબલ્સ જોડી પણ બેડમિન્ટનમાં ભારતની મેડલ ટેલીમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે.
હેંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં જેમ જેમ સમાપન તરફ જઈ રહી છે, તેમ તેમ તમામની નજર ભારતીય એથલિટો પર વધુ ટકેલી છે, જે અંતિમ દિવસોમાં તેમના પ્રદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને મેડલની ગણતરીમાં સદીનો આંકડો પાર કરવાની મહત્વપૂર્ણ સિદ્ધિની આશામાં છે.
આ પણ વાંચો :