ભારતના આરોગ્ય ક્ષેત્રને સારવારની જરૂર
ગથ વર્ષે જુલાઈ મહિનામાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (ICMR) એ વાત પર ભાર મૂક્યો હતો કે, ચેપી રોગ સામે પૂર્વ તૈયારીઓ જરૂરી છે. ઈબોલા, યલો ફિવર, એવિયન ઇન્ફ્લુએન્ઝા અને બીજા ચેપી રોગોના ખતરાનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ.
કોરોના વાઇરસે ફેલાવેલી મહામારી દુનિયાને બહુ મોંઘી પડી છે. દુનિયાભરના આરોગ્ય તંત્ર તેની સામે વામણા સાબિત થયા અને 18 લાખથી વધુ લોકોના મોત થયા છે. અર્થતંત્રની હાલત વધારે ખરાબ થઈ છે. વિશ્વના આરોગ્ય માટે 2020નું વર્ષ ઘાતક સાબિત થયું તેમ જણાવીને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું કે આના કારણે આરોગ્ય તંત્રમાં રહેલી ખામીઓ બહાર આવી ગઈ છે. દુનિયાભરમાં આરોગ્ય સામેના ખતરાની તૈયારી કેટલી નબળી હતી તે ખુલ્લું થઈ ગયું છે. તબીબી ક્ષેત્રે છેલ્લા બે દાયકા દરમિયાન જે કંઈ સફળતા મળી હતી તે બધા પર આ મહામારીને કારણે પાણી ફરી વળ્યું છે.
કોરોના વૈશ્વિક રોગચાળાનો સામનો કરવા માટે જરૂરી સંસાધનો હવે ધીમે ધીમે ઊભા થઈ રહ્યા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુનિયાભરના દેશો માટે 10 મુદ્દાનો કાર્યક્રમ પણ આપ્યો છે.
દુનિયાના બધા લોકો સલામત ના થઈ જાય ત્યાં સુધી કોઈ સલામત નથી તે વાત પર ભાર મૂકીને WHOએ સૌને આરોગ્યના મુદ્દે એક થઈને કામ કરવા હાકલ કરી છે. ચેપી રોગ સામે ઝડપથી રસી તૈયાર થઈ શકે તે માટે “બાયો બૅન્ક”ની રચના કરવા માટેનું સૂચન કર્યું છે. આરોગ્ય સંસ્થાએ એ વાતે ચિંતા વ્યક્ત કરી છે કે બીમારીની સારવાર મોંઘી બની રહી છે તેના કારણે ઘણા લોકો ફરી પાછા ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે. ભારતમાં મહામારી દરમિયાન આરોગ્ય પાછળનો ખર્ચ વધી જવાના કારણે લગભગ 6 કરોડ લોકો ફરીથી ગરીબી રેખાની નીચે જતા રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોવીડ-19ના થયેલા મોતમાં તે ચેપ કરતાંય બીજી બીમારી વધારે જવાબદાર રહી છે. કોરોનાના કારણે મોતના 10 કારણોમાં 7 કારણો અન્ય બીમારીના હતા. સાથે જ માનસિક આરોગ્યની પણ કાળજી લેવાનું અને તમાકુના દુરુપયોગને અટકાવવાનું પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે. સ્વચ્છ ભારત માટેનો આ જ સાચો માર્ગ છે.
15મા નાણા પંચ હેઠળ આરોગ્ય ક્ષેત્ર માટે રચાયેલું ઊચ્ચ સ્તરીય જૂથે પણ ભલામણ કરી હતી કે આરોગ્યના અધિકારને મૂળભૂત અધિકારમાં સામેલ કરો. ભારતની આઝાદીના 75મી વાર્ષિક જયંતિ નિમિત્તે આની જાહેરાત કરવાની ભલામણ કરવામાં આવી છે.
વિશ્વની કુલ વસતિના 17 ટકા ભારતમાં વસે છે. તેની સામે વિશ્વના 20 ટકા રોગો આ દેશમાં થાય છે. આરોગ્યની બાબતમાં દેશમાં બહુ કફોડી સ્થિતિ છે. તેમાં બેદરકારી અને સુવિધાનો અબાવ બંને જવાબદાર છે.
વિશ્વ બૅન્કે ઘણા વખત પહેલાં જણાવ્યું હતું કે 90 ટકા બીમારીઓની સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જ થઈ શકે છે. પરંતુ પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ જ નથી મળતી તેના કારણે જ લાખો લોકો મોતને ભેટે છે. ચેરી રોગ કરતાંય બિનચેપી રોગો વધી ગયા છે અને તેના કારણે જ વધુ મોત થઈ રહ્યા છે.
ભારત ડાયાબિટિસની રાજધાની તરીકે બદનામ થઈ ચૂક્યુ છે. સાથે જ લોહીનું દબાણ, કેન્સર અને હૃદયના રોગો પણ ભારતમાં વધી રહ્યા છે.
નેશનલ હેલ્થ મિશન હેઠળ ભારત સરકારે 2020ના વર્ષમાં કેન્સર, ડાયાબિટિસ, કાર્ડિયો વેસ્ક્યુલર અને સ્ટ્રોકની બીમારીને કાબૂમાં લેવાની જાહેરાત કરી છે. જોકે તેમાં ભાગ્યે જ કોઈ પરિણામ આવ્યું છે, કેમ કે આ કાર્યક્રમમાં માત્ર આરોગ્ય કેન્દ્રમાં આવતા લોકોના ટેસ્ટ સિવાય ભાગ્યે જ કશું થયું છે. ઘેર ઘેર ફરીને આવા રોગીઓની શોધ કરીને સારવાર કરવા માટેના પ્રયાસો થયા નથી.
ઉપલબ્ધ આંકડાં પ્રમાણે દેશમાં 27 કરોડ લોકો બિનચેપી બીમારીઓમાં ઘેરાયેલા છે. કોવીડ-19ની બીમારીમાં બીજા ગંભીર રોગ હોય તેનો વધારે ભોગ લેવાયો છે. તેના કારણે જ બીજી ગંભીર બીમારી ધરાવનારા લોકોને પ્રથમ તબક્કામાં રસી આપવાનું સરકારે નક્કી કર્યું છે.
આરોગ્ય સુવિધાઓને વધારવાની જરૂર છે અને આંકડાકીય વિગતોને વધારે સારી રીતે સંકલિત કરવાની જરૂર છે. એ પણ યાદ રાખવું જરૂરી છે કે ધૂમ્રપાન કરનારા લોકોમાં ન્યૂમોનિયા થવાનું પ્રમાણ 14 ગણું વધારે હોય છે. આમ ધૂમ્રપાનને કારણે જાહેર આરોગ્યને મોટો ખતરો છે તે સ્પષ્ટ થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ પ્રાથમિક આરોગ્ય તંત્રને જ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે, ત્યારે તેના અમલ પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી બન્યું છે.
ભારતના આરોગ્ય ક્ષેત્રને સારવારની જરૂર - ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ