ETV Bharat / bharat

Stock market Update : ભારતીય શેરબજારમાં તેજી, મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં ખુલ્યા

નવા વર્ષની શરૂઆત સાથે સતત ત્રણ દિવસના નબળા વલણને ગતરોજ બ્રેક લાગી હતી. ત્યારે આજે પણ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 170 અને 48 પોઈન્ટના વધારા સાથે ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે.

Stock market Update
Stock market Update
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 9:42 AM IST

મુંબઈ : 5 જાન્યુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સહિત Nifty IT તથા Bank પણ વધારા સાથે ખુલ્યા હતા. BSE Sensex 170 પોઈન્ટના વધારા સાથે 72,017 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ 48 પોઇન્ટ વધીને 21,706 ના મથાળે ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર : આજે 5 જાન્યુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 71,847 ના બંધ સામે 170 પોઈન્ટના વધારા સાથે 72,017 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,658 ના બંધની સામે 48 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,706 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં જ BSE Sensex 72,156 અને NSE Nifty 21,750 ની હાઈ નોંધાવી મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.

ગ્લોબલ શેરમાર્કેટ : શેરબજારમાં ચોતરફી લેવાલીમાં ઓટો, મેટલ અને પીએસયુ બેન્કિંગ સ્ટોક મોખરે છે. NSE Nifty માં NTPC ટોપ ગેઇનર, જ્યારે નેસ્લે ટોપ લૂઝર છે. ગતરોજ સેન્સેક્સ 490 પોઈન્ટના વધારા સાથે 71,847 પર બંધ થયો હતો. DOW 10 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નાસ્ડેક 80 પોઇન્ટ તૂટ્યો હતો. બીજી તરફ 10Y યુએસ બોન્ડ યીલ્ડ 4% થી ઉપર બંધ રહ્યો છે.

વૈશ્વિક કોમોડિટી બજાર : ક્રૂડ ઓઈલમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે અમેરિકામાં ગેસોલિનની માંગમાં તીવ્ર ઘટાડાથી દબાણ સર્જાયુ છે. 30 વર્ષમાં સાપ્તાહિક ગેસોલિન ઇન્વેન્ટરીમાં સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો છે. લાલ સમુદ્રમાં હજુ પણ તણાવ ચાલુ છે. જેના પરિણામે ઘણા રિફાઇનર્સે તેમના શિપિંગ રૂટ બદલ્યા છે. બુલિયનમાં ફ્લેટ ટ્રેડિંગ થઈ રહ્યું છે. બેઝ મેટલ્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તથા કોપર 3 અઠવાડિયાના નીચા સ્તરે છે. ઉપરાંત ઝિંક અને એલ્યુમિનિયમ પણ 2 અઠવાડિયાના નીચા સ્તરે ટ્રેન્ડ થઈ રહ્યા છે.

  1. Gold Silver Price: સોના ચાંદીની કિંમતો વધવાની સંભાવના છેઃ રિપોર્ટ
  2. Stock Market Closing Bell : પાંચ દિવસ બાદ શેરબજાર ઊંચકાયું, BSE Sensex 491 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.