ચેન્નઈ : ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન ટાપુ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ઈરાની બોટને જપ્ત કરી(IRANIAN BOAT SEIZED) છે. આ ફેરી ભારતીય સરહદના આંદામાન ટાપુઓ પાસે ઈન્દિરા પોઈન્ટમાં પ્રવેશી હતી. બોટમાં 9 ઈરાની નાગરિકો સવાર(9 Iranian nationals confiscated) હતા. જપ્ત કરાયેલી બોટને કોસ્ટગાર્ડ દ્વારા વધુ તપાસ માટે ચેન્નાઈ પોર્ટ પર લાવવામાં આવી છે. ચેન્નાઈ પોર્ટ પર આગમન પર, નવ ઈરાની નાગરિકોને સેન્ટ્રલ નાર્કોટિક્સ ઈન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવશે, જે તેમની તપાસ કરશે.
9 લોકોની કરવામાં આવી ધરપકડ - કોસ્ટ ગાર્ડે શંકાના આધારે બોટને પોતાના કબજામાં લીધી હતી અને તેને ચેન્નાઈ બંદરે લાવવામાં આવી હતી. આ મામલે હાલમાં તપાસ ચાલાવવામાં આવી રહી છે અને આમાં વધુ કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સામેલ હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે.