નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કોરોનાથી બચવા માટે જાન્યુઆરી મહિનામાં કોઇ પણ અઠવાડિયામાં એ સમય આવી શકે છે જ્યારે આપણે ભારતના લોકોને પહેલી કોરોના વૅક્સીન આપવાની સ્થિતિમાં આવી જઇએ.
કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, આગામી વર્ષ જાન્યુઆરીના મહિનામાં કોઇ પણ અઠવાડિયામાં એવો સમય આવી શકે છે, જ્યારે આપણે ભારતના લોકોને પહેલી વૅક્સીન આપવાની સ્થિતિમાં આવીશું.
જાન્યુઆરીમાં શરૂ થઇ શકે છે કોરોનાનું રસીકરણ
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ભારત વૅક્સીનના વિકાસ અને રિસર્ચમાં કોઇનાથી પાછળ નથી. વૅક્સીનની સુરક્ષા, પ્રભાવશીલતા, પ્રતિરક્ષાજનક્તાને લઇ ભારત કોઇ રીતે કોઇ સમાધાન કરશે નહીં. અમારા નિયમનકારો ખૂબ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી ડેટાનો અભ્યાસ કરી રહ્યા છે.
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, અમુક મહીના પહેલા દેશમાં કોરોના વાઇરસના 10 લાખ સક્રિય કેસ હતા, અત્યારે દેશમાં લગભગ 3 લાખ સક્રિય કેસ છે. કોરોના વાઇરસના એક કરોડ કેસમાં 95 લાખથી વધુ મામલા સ્વસ્થ થઇ ચૂક્યા છે. આપણો રિક્વરી રેટ દુનિયામાં સૌથી વધુ છે.
વધુમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે, જેટલી તકલીફોથી આપણે પસાર થઇ રહ્યા છીએ હવે તે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આટલા મોટો દેશ હોવા છતાં દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારત સારી સ્થિતિમાં છે.
બ્લોક સ્તર પર વૅક્સીનેશનની તૈયારી
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી ભારત સરકાર રાજ્ય સરકારોના સહયોગથી રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે રસીકરણની તૈયારી કરી રહી છે.
તેમણે કહ્યું કે, જે 30 કરોડ લોકોને પહેલા વૅક્સીન આપવામાં આવશે તેમાં 1 કરોડ સ્વાસ્થય કર્મી, 2 કરોડ ફ્રન્ટ લાઇન વર્કર, 50 વર્ષથી વધુ ઉંમરના 26 કરોડ લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના લગભગ એક કરોડ લોકો છે, જેમને અમુક બિમારી છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે (ICMR) કહ્યું કે, ભારતમાં કાલ સુધી (રવિવાર) કોરોના વાઇરસના કુલ 16,20,98,329 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 9,00,134 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.