- દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ લોકો કોરોનાથી સંક્રમિત
- તો બીજી તરફ 1,501 પર પહોંચ્યો મૃત્યુઆંક
- કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો
નવી દિલ્હી: ભારતમાં કોવિડ -19ના નવા 2,61,500 નવા કેસો આવ્યા બાદના 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1,47,88,109 થઈ છે. 1,501 મૃત્યુ બાદ મૃત્યુની કુલ સંખ્યા વધીને 1,77,150 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 18,01,316 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,28,09,643 છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસની 26,84,956 વેક્સિન કરવામાં આવ્યું છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 12,26,22,590 થયો છે.
શનિવારના રોજ આ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ
શનિવારે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર (67,123), ઉત્તરપ્રદેશ (27,334), દિલ્હી (24,375), કર્ણાટક (17,489) અને છત્તીસગઢ (16,083)નો સમાવેશ થાય છે. દેશમાં ગઇકાલે સામે આવેલા કુલ નવા કેસોમાંથી 58 ટકાથી વધુ કેસ આ રાજ્યોમાં જ નોંધાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનું તાંડવઃ નવા 9,541 કેસ અને 97 દર્દીના મોત થયા
વડાપ્રધાન કરશે બેઠક
વડાપ્રધાન કચેરીએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ -19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના વારાણસીમાં બેઠક કરશે. આ બેઠકમાં વારાણસીમાં કોવિડ -19 સામે લડતા ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક વહીવટ અને ડોકટરો ઉપસ્થિત રહેશે.
JEE મેન મુલતવી
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જાહેરાત કરી છે કે, કોરોના વાઈરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને JEE (મેન)ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણનું સરવૈયું
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 9,541 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે શનિવારે સૌથી વધુ 97 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થયા હતા.