નવી દિલ્હી: બુધવારે ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાટાઘાટો (India China Commander Talks)ના 14માં રાઉન્ડ દરમિયાન બંને પક્ષોએ પશ્ચિમ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control in the western region) સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકના મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું. રક્ષા મંત્રાલયે (Ministry of Defense India) ગુરુવારે આ જાણકારી આપી.
સરહદ પર સ્થિરતા જાળવવા સંમત થયા
મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષો અગાઉના પરિણામોને એકીકૃત કરવા પણ સંમત થયા હતા. આ સાથે જ તેઓ પશ્ચિમી સેક્ટરમાં સરહદ પર સ્થિરતા જાળવવા માટે અસરકારક પ્રયાસો કરવા માટે પણ સંમત થયા છે.
ઉકેલો પર વહેલી તકે કામ કરવા સંમત થયા
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને પક્ષો નજીકના સંપર્કમાં રહેવા અને સૈન્ય અને રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત ચાલું રાખવા અને અન્ય મુદ્દાઓના પરસ્પર સ્વીકાર્ય ઉકેલો પર વહેલી તકે કામ કરવા સંમત થયા હતા. કમાન્ડર સ્તરની વાતચીત (commander level talks between india and china)નો આગામી રાઉન્ડ વહેલામાં વહેલી તકે યોજવામાં આવે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.
આ પણ વાંચો: India and China talks: ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક 13 કલાક ચાલી
સેના પ્રમુખે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, કમાન્ડર સ્તરની આ વાતચીત લગભગ 13 કલાક ચાલી. સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું કે, અમને આશા છે કે વર્તમાન સ્તરની વાતચીતમાં સમસ્યા (India China Border Conflict)નું સમાધાન થઈ જશે. તેમણે કહ્યું કે, જો આવું થાય છે તો અમે વર્તમાન અવરોધથી પહેલાના અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. તેમણે જણાવ્યું કે, લદ્દાખમાં મોટી તાકાતોનું ભેગું થવું (india china standoff at ladakh) વર્તમાન સ્થિતિનું મૂળ કારણ છે. હવે જ્યારે તેઓ ત્યાં છે અને પાયાનું માળખું બનાવ્યું છે, તો એ જોવું બાકી છે કે શું તેઓ સ્થાઈ રીતે ત્યાં તહેનાત રહેશે કે ત્યાં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરવા માટે સંમત થશે. તેમણે જણાવ્યું કે, પૂર્વ લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (Line of Actual Control in Ladakh)ની સાથે કેટલાક બિંદુઓ પર સકારાત્મક વાતો થઈ છે.
આ પણ વાંચો: China Construction At Bhutan Border: ચીનના કરતૂતોની સેટેલાઇટ તસવીરોથી થયો ખુલાસો