- અવકાશમાં જનારી ભારતીય મૂળની મહિલા સિરીશા બાંડલા
- ઉડ્ડાન દરમિયાન 'રિસર્ચર એક્સપીરિયંસી’ ની ભૂમિકા
- ન્યૂ મેક્સિકોથી અવકાશના અંતરિક્ષ સુધી પ્રવાસ કરશે
હ્યુસ્ટન: રવિવારે સુનિશ્ચિત થયેલી સ્પેસક્રાફ્ટ જાયન્ટની પહેલી પૂર્ણ ક્રૂ ફ્લાઇટ પરીક્ષણનો ભાગ બનનારી એરોનોટિકલ એન્જિનિયર (Aeronautical engineer) 34 વર્ષીય સિરીશા બાંડલા (Sirisha Bandla), અવકાશમાં જનારી ભારતીય મૂળની મહિલા હશે.
ન્યૂ મેક્સિકોથી અવકાશના અંતરિક્ષ સુધી પ્રવાસ કરશે
આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી અને હસ્ટમ, ટેક્સાસમાં ઉછરેલી સિરીશા બાંડલા, કંપનીના અબજોપતિ સ્થાપક સર રિચાર્ડ બ્રેન્સન અને વર્જિન ગેલેક્ટીકના અવકાશયાન ટૂ યુનિટીમાં સવાર અન્ય પાંચ સભ્યો સાથે ન્યૂ મેક્સિકોથી અવકાશના અંતરિક્ષ સુધી પ્રવાસ કરશે.
યુનિટી 22 ના અમેઝિંગ ક્રૂનો ભાગ બનવા સન્માન અનુભવું
તેણીએ ટ્વીટ કર્યું, "યુનિટી 22 ના અમેઝિંગ ક્રૂનો ભાગ બનવા અને તે કંપનીનો ભાગ બનવાનું માનવામાં અવિશ્વસનીય રુપે સન્માન અનુભવું છું કે જેનું લક્ષ્ય અંતરિક્ષને બધા માટે ઉપલબ્ધ કરાવાનું છે."
અવકાશમાં જનારી ભારતીય મૂળની મહિલા
વર્જિન ગેલેક્ટીક પરના સિરીશા બાંડલાની પ્રોફાઇલ અનુસાર, તે અંતરિક્ષયાત્રી નંબર 004 હશે અને ઉડ્ડાન દરમિયાન તેની 'રિસર્ચર એક્સપીરિયંસી'ની ભૂમિકા હશે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી તે અવકાશમાં જનારી ભારતીય મૂળની મહિલા હશે.
અવકાશમાં વિવિધ સમુદાયોના લોકો
તેણે 6 જુલાઈએ વર્જિન ગેલેક્ટીકના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, જ્યારે મેં પહેલી વાર સાંભળ્યું કે મને આ તક મળી રહી છે ત્યારે હું નિઃશબ્દ થઈ ગઈ હતી. આ એક અદ્ભુત તક છે, જ્યારે અંતરિક્ષિમાં વિવિધ પૃષ્ઠભૂમિ, સ્થાનો અને અવકાશમાં વિવિધ સમુદાયોના લોકો હશે.
પરડ્યુ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સિરિષા બંદલા
ગેલેક્ટીકની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, પરડ્યુ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સિરીશા બાંડલા, ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રયોગનો ઉપયોગ કરીને માનવ-પ્રેરિત સંશોધન અનુભવનું મૂલ્યાંકન કરશે જેમાં ઉડ્ડાન દરમિયાન વિવિધ પ્રસંગોએ હેન્ડહેલ્ડ ટ્યુબ્સ સક્રિય કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ભારતીય મૂળની દિકરી જશે અંતરિક્ષ યાત્રા પર, છ લોકોની ટીમમાં જોડાશે
સિરીશા અંતરિક્ષમાં જનારી તેલુગુ મૂળની પ્રથમ મહિલા
સિરીષાના દાદા તેની પૌત્રીની આ સિધ્ધિથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે સિરીશા બાંડલા અંતરિક્ષમાં જનારી તેલુગુ મૂળની પ્રથમ મહિલા હોવાનો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, સિરિષાના પિતા મુરલીધરે પ્લાન્ટ પેથોલોજી (Plant Pathology)માં PHD કરી હતી અને 1989 માં અમેરિકા ગયા હતા. તે ત્યાં અમેરિકી સરકાર માટે કામ કરી રહ્યો છે. સિરિષાની માતા અનુરાધા પણ ત્યાં જ નોકરી કરે છે અને વોશિંગ્ટન ડીસી (Washington DC) માં રહે છે.