- દેશમાં અત્યાર સુધીમાં 20,46,01,176 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
- ભારતે 2 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી
- શનિવારે સાંજે 7 વાગ્યા સુધી દેશમાં એન્ટી કોવિડ રસીના 25,28,78,702 ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે ભારતે 2 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાની ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી છે. દેશમાં અત્યાર સુધીમાં 20,46,01,176 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
18-44 વર્ષની વય જૂથના 18,45,201 લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો
નિવેદનમાં જણાવ્યા અનુસાર 18-44 વર્ષની વય જૂથના 18,45,201 લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે. જ્યારે 1,12,633 લોકોએ બંને ડોઝ લીધા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે 7 વાગ્યા સુધી દેશમાં એન્ટી કોવિડ રસીના 25,28,78,702 ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જામનગરના સાંસદ પૂનમ માડમે વેક્સિનનો બીજો ડોઝ લીધો
જ્યારે 88,37,805 કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધા
મંત્રાલયના આંકડા મુજબ 1,00,47,057 આરોગ્ય કર્મચારીઓએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 69,62,262 આરોગ્ય કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધા છે. ફ્રન્ટલાઈન પર પોસ્ટ કરેલા 1,67,20,729 કર્મચારીઓને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 88,37,805 કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધા છે.
આ પણ વાંચો: Corona Vaccination : રાજ્યમાં 2 કરોડનો ડોઝ આપવામાં આવ્યા, સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ
28,11,307 લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના 148માં દિવસે શનિવારે કોવિડ વિરુદ્ધ કુલ 31,67,961 લોકોને રસી આપવામાં આવી હતી. આમાંથી 28,11,307 લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો જ્યારે 3,56,654 લાભાર્થીઓને બીજો ડોઝ મળ્યો.