ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે જોર્ડનના પ્રસ્તાવ પર મતદાન કરવાનું ટાળ્યું છે. ભારતે ગાઝા સંકટ પર કેનેડાના નેતૃત્વવાળા સંશોધનના પક્ષમાં મતદાન કર્યુ છે. આ પ્રસ્તાવ યુએનજીએમાં પારિત થવામાં અસફળ રહ્યો છે. કારણ કે આ પ્રસ્તાવને બે તૃતિયાંશ બહુમત મળ્યા નહતા. કેનેડાએ જોર્ડનની તરફથી તૈયાર કરેલ પ્રસ્તાવમાં સંશોધનની રજૂઆત કરી છે.જેમાં મૂળ રુપે ગાઝા પટ્ટીમાં માનવીય સહાય સરળથાથી પહોંચી શકે તેવું આહ્વાન કર્યુ હતું. જો કે આતંકવાદી સંગઠન હમાસની કડક નીંદા કરી હતી.
જોર્ડન પ્રસ્તાવ પર રોકઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને જણાવ્યું કે આતંકવાદ એક દુર્ઘટના છે અને તેની કોઈ સીમા નથી, તેની કોઈ રાષ્ટ્રીયતા નથી કે તેની કોઈ જાતિ નથી. દુનિયાને આતંકી કૃત્યોના ઔચિત્ય પર વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે ભારતે ઈઝરાયલ હમાસ સંઘર્ષ પરના એક પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નાગરિકોની સુરક્ષા, કાયદાકીય અને માનવીય જવાબદારીને કાયમ રાખવા માટે જોર્ડન પ્રસ્તાવ પર રોક લગાવી છે.
મહાસભામાં કુલ 193 સભ્યોઃ જોકે 193 સભ્યો ધરાવતી મહાસભાએ જોર્ડન પ્રસ્તાવ પારિત કર્યો છે. જેમાં માનવીય સંઘર્ષને વિરામ આપવા પર ભાર મુકાયો છે. જેનાથી દુશ્મની સમાપ્ત થઈ શકે. આ પ્રસ્તાવના પક્ષમાં 141 વોટ આવ્યા, 14 વોટ તેના વિરુદ્ધ આવ્યા અને 44 વોટ સભ્યો ગેરહાજર રહેવાને પરિણામે વોટિંગ થઈ શક્યું નહીં. જો કે દરેક સભ્યએ ગાઝામાં પીડિતોને જીવનજરુરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે તાત્કાલિક, સતત અને પૂરતી વ્યવસ્થાની માંગણી કરી હતી.
હિંસાનો ઉપયોગ ગેરવ્યાજબીઃ યુએનમાં ભારતની ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે આજની દુનિયામાં વિવાદોનું નિરાકરણ ચર્ચાથી લાવી શકાય છે, તેના બદલે હિંસાનો સહારો લેવો તે ચિંતાનો વિષય છે. હિંસાનું આટલું બધું પ્રમાણ એ માનવતાના પ્રાથમિક મૂલ્યોનું અપમાન છે. પટેલે આગળ જણાવ્યું કે રાજનૈતિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે હિંસાનો ઉપયોગ અંધાધુંધ નુકસાન પહોંચાડે છે. હિંસા કોઈ નક્કર સમાધાનનો ઉકેલ નથી. સાત ઓક્ટોબરે ઈઝરાયલમાં થયેલા હુમલાને પટેલે વખોડી કાઢ્યા હતા. વોટના સ્પષ્ટીકરણમાં ભારતે હમાસનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
આતંકવાદ માટે ઝીરો ટોલરન્સનો દ્રષ્ટિકોણઃ આતંકવાદ એક ઘાતક બિમારી છે જેની કોઈ સરહદ, કોઈ રાષ્ટ્રીયતા અને કોઈ જાતિ હોતી નથી. સમગ્ર વિશ્વએ આતંકવાદી હુમલાઓના કોઈ પણ ઔચિત્ય પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. યોજના પટેલ જણાવે છે કે આવો આપણે મતભેદો દૂર કરીએ, એક થઈએ અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો દ્રષ્ટિકોણ અપનાવીએ. ભારતે મહાસભામાં થયેલ ચર્ચા વિચારણાને પરિણામે આતંકવાદને એક સ્પષ્ટ સંદેશ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.