નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાઇ રહી છે. બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 254 રન થયા છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. આ ઇનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. રોહિત શર્મા 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ત્યારબાદ શુભમન ગીલે ટીમની બાગડોર સંભાળી હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ગિલે 235 બોલમાં 128 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ કરિયરમાં ગિલની આ બીજી સદી છે.
-
Half-century for @ShubmanGill 👏👏
— BCCI (@BCCI) March 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He brings his fifty with a four and looks in solid touch!
1️⃣0️⃣0️⃣ up for #TeamIndia 🇮🇳
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/0CO0pHnS4Z
">Half-century for @ShubmanGill 👏👏
— BCCI (@BCCI) March 11, 2023
He brings his fifty with a four and looks in solid touch!
1️⃣0️⃣0️⃣ up for #TeamIndia 🇮🇳
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/0CO0pHnS4ZHalf-century for @ShubmanGill 👏👏
— BCCI (@BCCI) March 11, 2023
He brings his fifty with a four and looks in solid touch!
1️⃣0️⃣0️⃣ up for #TeamIndia 🇮🇳
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/0CO0pHnS4Z
ગીલે કરિયરની બીજી સદી પુરી કરી : 86 ઓવરમાં ભારતનો સ્કોર 3 વિકેટે 254 રન છે. ભારતની શરુઆત સારી જોવા મળી રહી છે. મેદાન પર ગીલ અને પુજારાએ સારુ પર્ફોમશ કર્યું હતું. પૂજારા 42 રન બનાવીને LBW આઉટ થયો હતો. ગિલ અને પૂજારાએ 113 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલમાં ક્રિઝ પર વિરાટ કોહલી અને જાડેજા મૌજુદ છે. વિરાટ કોહલી 42 રન બનાવીને તેમજ જાડેજા 03 રન બનાવીને ક્રિઝ પર મૌજૂદ છે. રોહિત શર્માએ 58 બોલમાં 35 રન, શુભમન ગીલે 235 બોલમાં 128 રન, ચેતેશ્વર પુજારા 121 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો છે. ભારત હજી પણ ઓસ્ટ્રેલિયાથી 222 રન પાછળ છે.
બેવડી સદી મારનાર ગિલ યુવા ખેલાડી બની ગયો હતો : શુભમન ગિલે વનડેમાં 145 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. તે 149 બોલમાં 208 રન બનાવીને આઉટ થયો હતો. ગિલે આ ઇનિંગમાં 9 ફોર અને 19 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલ વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો હતો. ગયા મહિને જ ઈશાને બાંગ્લાદેશ સામે 210 રન બનાવ્યા હતા. તે સમયે તેમની ઉંમર 24 વર્ષ 145 દિવસની હતી. ગિલે 23 વર્ષ અને 132 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સાથે ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ છે. ગિલે સચિન તેંડુલકરનો 186 રનનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને પણ 1999માં હૈદરાબાદમાં જ આ કારનામું કર્યું હતું.