ETV Bharat / bharat

કરદાતાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનામાં નહીં જોડાઈ શકે

જે લોકો આવકવેરાદાતા છે તેઓ સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજનાનો (Atal Pension Yojana) લાભ લઈ શકશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આવા લોકોને 1 ઓક્ટોબરથી આ પેન્શન મળશે નહીં. આ યોજના હેઠળ એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી પેન્શન મળે છે.

આવકવેરાદાતાઓ 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકશે નહીં

author img

By

Published : Aug 12, 2022, 9:09 AM IST

નવી દિલ્હી: આવકવેરા ભરનારાઓ 1 ઓક્ટોબરથી સરકારની સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજનામાં (Atal Pension Yojana) નોંધણી કરી શકશે નહીં. આ માહિતી એક સૂચનામાં આપવામાં આવી છે. સરકારે 1 જૂન, 2015 ના રોજ APY શરૂ કરી હતી, મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે. આ યોજનાના સબ્સ્ક્રાઇબર્સને તેમના યોગદાનના આધારે 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી ગેરંટી સાથે માસિક રૂપિયા 1,000 થી રૂપિયા 5,000 સુધીનું લઘુત્તમ પેન્શન મળે છે.

આ પણ વાંચો: વિવિધ સૂચકાંકોમાં ભારતનો રેન્ક કેટલામો છે જાણીએ એક ખાસ અહેવાલમાં

અટલ પેન્શન યોજના : નાણા મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર, 2022 થી પ્રભાવથી કોઈપણ નાગરિક કે જે આવકવેરાદાતા છે અથવા રહી ચૂક્યો છે, તે APYમાં જોડાવા માટે પાત્ર રહેશે નહીં. મંત્રાલયે અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) પર તેની અગાઉની સૂચના બદલી છે. બુધવારે જારી કરાયેલું નવું નોટિફિકેશન 1 ઓક્ટોબર, 2022 પહેલા આ સ્કીમમાં જોડાનારા સબસ્ક્રાઈબર્સને લાગુ પડશે નહીં. નોટિફિકેશન મુજબ જો કોઈ સબસ્ક્રાઈબર જે 1 ઓક્ટોબર, 2022ના રોજ અથવા તે પછી સ્કીમમાં જોડાયો હોય અને ત્યારબાદ અરજીની તારીખે અથવા તે પહેલાં આવકવેરાદાતા હોવાનું જાણવા મળે તો તેનું APY ખાતું બંધ કરવામાં આવશે. અને અત્યાર સુધી સંચિત પેન્શનની રકમ તેને આપવામાં આવશે.

આ પણ વાંચો: બ્રિટન-ફ્રાંસને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતની

અટલ પેન્શન યોજનામાં સુધારો કરવામાં આવ્યો : એક ટ્વિટમાં નાણાકીય સેવાઓ વિભાગે જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર, 2022 થી પ્રભાવથી આવકવેરાદાતાઓ અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે પાત્ર રહેશે નહીં. વસ્તીના વંચિત વર્ગો સુધી પેન્શનના લાભો વધુ સારી રીતે પહોંચવા માટે APYમાં સુધારો કરવામાં આવ્યો છે. આ વિભાગ નાણા મંત્રાલય હેઠળ આવે છે. આવકવેરા કાયદા હેઠળ, 2.5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકોએ આવકવેરો ચૂકવવો જરૂરી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.