દમણઃ દમણમાં પ્રશાસન દ્વારા 8મી મે થી 16મી મે સુધી ઉન્નતિ DNH,DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોનું દાદરા નગર હવેલી અને દમણ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ તેમજ ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ પ્રધાન પિયુષ ગોયલે કર્યું હતું. દમણમાં પ્રશાસન દ્વારા 8મી મેં થી 16મી મેં સુધી ઉન્નતિ DNH, DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022નું આયોજન (Daman Industrial Expo 2022)કરવામાં આવ્યું છે.
ભારતે 674 બિલિયન ડોલરની નિકાસ કરી - એક્સપોનું ઉદ્ઘાટન કરવા આવેલા ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે દમણમાં ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પર્યટન ક્ષેત્રે ખૂબ જ સારો વિકાસ થયો છે. પ્લાસ્ટિક, ટેકસ્ટાઈલ્સ, ફાર્મા ક્ષેત્રે અહીંના ઉદ્યોગોએ ખૂબ મોટી( Industrial Expo in Gujarat 2022)પહેલ કરી છે. આવનારા દિવસોમાં અહીં મરીન ફૂડ ઇન્ડસ્ટ્રી પણ ઉભી થાય તેવી આશા વ્યક્ત કરી હતી. પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારમાં દેશ ઘરેલુ પ્રોડક્ટ સાથે નિકાસમાં પણ આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar Defence Expo 2022 : ડિફેન્સ એક્સપોમાં રશિયા અને યુક્રેન ભાગ લેશે ?
UAE અને ઓસ્ટ્રેલિયા સાથે FTAના કરાર થયા - કોવિડ જેવી મહામારીમાં તેમજ યુક્રેન રશિયાના યુદ્ધની પરિસ્થિતિમાં વિશ્વભરમાં અસ્થિરતા છે. શિપિંગ-કન્ટેનર સપ્લાયની ખૂબ મોટી અસર વર્તાઈ રહી છે. તેમ છતાં ભારતે 420 બિલિયન ડોલરની ચીજવસ્તુઓ અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી છે. સેવા ક્ષેત્રમાં 254 બિલિયન ડોલરની નિકાસ કરી વિશ્વભરમાં વિશ્વવ્યાપાર ની નવી પહેલ કરી છે. આજે વિશ્વના અનેક દેશો ભારત સાથે વ્યાપારિક સંબંધો કેળવવા માંગે છે. ઉપરાંત હાલમાં જ ભારતે દેશના ઉદ્યોગોમાં બનતી ચીજવસ્તુઓ જેવી કે કાપડ, મેડિકલ, એન્જીનીયરીંગ, ફૂડ ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા એક્સપોર્ટની નવી નીતિ અમલમાં મૂકી છે. જેમાં એક્સપોર્ટસને પ્રોત્સાહન આપવા ભારતે FTA(Free Trade Agreement)ને તેજ ગતિથી આગળ વધાર્યું છે. UAE અને ઓસ્ટ્રેલિયા સાથે FTAના કરાર થયા છે. હજુ 27 જેટલા દેશ સાથે તેના કરાર થશે.
આ પણ વાંચોઃ Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...
ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવા માંગ કરી - ઉલ્લેખનીય છે કે મોટી દમણમાં લાઈટ હાઉસ નજીક રામ સેતુ બીચ પર વિશાળ ડોમ તૈયાર કરી 16મી મે સુધી આયોજિત ઉન્નતિ DNH, DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING-DDDમાં દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં કાર્યરત ઉદ્યોગકારોએ પોતાની પ્રોડક્ટ પ્રદર્શન કમ વેંચાણ માટે મૂકી છે. જેનું ઉદઘાટન કરવા આવેલા પિયુષ ગોયલ સમક્ષ દાદરા નગર હવેલી દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલે આ વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવા તેમજ નેશનલ ફેશન ટેકનોલોજી ની ડીગ્રી કોલેજનો આરંભ કરવાની માંગણી કરી હતી. જે અંગે પણ પિયુષ ગોયલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022ના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ પિયુષ ગોયલે દમણ ભાજપ કાર્યાલય ખાતે પણ સભાને સંબોધિત કરી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.