ન્યુઝ ડેસ્ક: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં 42,618 કોરોનાના નવા કેસો નોંધાયા છે અને 330 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં પાછલા 24 કલાકમાં 36,385 લોકો સ્વસ્થ્ય થયા છે. કોરોનાથી સ્વસ્થ્ય થનાર દર્દીઓ કરતા સંક્રમિતોની સંખ્યમાં વધારો થયો છે. સ્વસ્થ્ય થનાર લોકોની સંખ્યા વધીને 3 કરોડ 22 લાખ થઈ ગઈ છે. હાલમાં દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 4,05,681 થઈ ગઈ છે.આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી કોરોના 3,29,45,907 કેસ નોંધાયા છે, જેમાં 4,40,225 લોકોના મૃત્યુ થઈ ગયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો : આ મહિનાના અંત સુધીમાં વડાપ્રધાન જઈ શકે છે અમેરિકાના પ્રવાસે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 58,85,687 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જે બાદ રસીકરણનો આંકડો 67,72,11,205 પર પહોંચ્યો છે. સમગ્ર દેશમા કેરળમાં સૌથી વધુ કોરોના કેસો સામી આવી રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 29,322 નવા કેસો નોંધાયા છે અને 22,938 લોકો સ્વસ્થ્ય થયા છે. 131 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,46,437 થઈ ગઈ છે.