- દેશમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે
- આજે (શુક્રવારે) કોરોનાના નવા 31,382 કેસ નોંધાયા
- આજે દેશમાં 32,542 લોકો સાજા થયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર યથાવત્ છે. દેશમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 31,382 નોંધાયા છે. જ્યારે 32,542 લોકો સાજા થયા છે. તો 318 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 3 લાખ થઈ ગયા છે. સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસ 1,478 ઓછા થઈ ગયા છે.
અડધાથી વધુ કોરોનાના કેસ માત્ર કેરળમાં
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં અત્યારે કોરોનાના 19,682 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 45,79,310 થઈ ગઈ છે. રાજ્યમાં 152 લોકોના મોત થતા મૃતકોની કુલ સંખ્યા 24,191 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના 1,60,046 દર્દી સારવાર હેઠળ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દેશભરમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3,35,94,000 લોકો સંક્રમિત થઈ ગયા છે. આમાંથી 4,46,368 લોકોના મોત થયા છે. સારી વાત તો એ છે કે, અત્યાર સુધી 3,28,48,000 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 3 લાખ જેટલી છે. તો કુલ 3,00162 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસઃ 3,35,94,803
કુલ ડિસ્ચાર્જઃ 3,28,48,273
કુલ સક્રિય કેસઃ 3,00,162
કુલ મોતઃ 4,46,368
કુલ રસીકરણઃ 84,15,18,000 ડોઝ અપાયા
84 કરોડ રસીના ડોઝ અપાયા
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતુ કે, 23 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 84,15,1800 કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 72.20 લાખ રસી લગાવવામાં આવી હતી. જો ICMRના મતે, અત્યાર સુધી 56 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 15 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.77 ટકા છે. સક્રિય કેસ 0.90 ટકા છે. કોરોનાના સક્રિય કેસ અંગે વિશ્વમાં ભારત હવે 8મા સ્થાન પર છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામે ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી સૌથી વધુ મોત ભારતમાં થયા છે.
આ પણ વાંચોઃ Gujarat corona update: રાજ્યમાં 24 કલાકમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં
આ પણ વાંચોઃ આ લોકોને આપવામાં આવશે ઘર બેઠા વેક્સિન, આરોગ્ય મંત્રાલયે કરી જાહેરાત