- દેશમાં સતત 5 દિવસથી કોરોનાના કેસ 30 હજારની ઉપર આવી રહ્યા છે
- છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 30,256 કેસ નોંધાયા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,938 લોકો સાજા થયા, 295ના મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 30,256 કેસ નોંધાયા છે. જ્યારે 43,938 લોકો સાજા થયા છે. તો 295 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જોકે, દેશમાં 13,977 સક્રિય કેસ ઓછા થઈ ગયા છે.
આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 10થી પણ ઓછા કોરોનાના કેસ, 15 દર્દીને કરાયા ડિસ્ચાર્જ
-
India reports 30,256 fresh cases of #COVID19, 43,938 recoveries, and 295 deaths in the last 24 hours
— ANI (@ANI) September 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Total cases: 33,478,419
Total Active cases: 3,18,181
Total Recoveries: 3,27,15,105
Total Death toll: 4,45,133
Total vaccination : 80,85,68,144 (37,78,296 in last 24 hours) pic.twitter.com/MTf1Qrrxwh
">India reports 30,256 fresh cases of #COVID19, 43,938 recoveries, and 295 deaths in the last 24 hours
— ANI (@ANI) September 20, 2021
Total cases: 33,478,419
Total Active cases: 3,18,181
Total Recoveries: 3,27,15,105
Total Death toll: 4,45,133
Total vaccination : 80,85,68,144 (37,78,296 in last 24 hours) pic.twitter.com/MTf1QrrxwhIndia reports 30,256 fresh cases of #COVID19, 43,938 recoveries, and 295 deaths in the last 24 hours
— ANI (@ANI) September 20, 2021
Total cases: 33,478,419
Total Active cases: 3,18,181
Total Recoveries: 3,27,15,105
Total Death toll: 4,45,133
Total vaccination : 80,85,68,144 (37,78,296 in last 24 hours) pic.twitter.com/MTf1Qrrxwh
અડધાથી વધુ કોરોનાના કેસ તો ફક્ત કેરળમાં નોંધાયા છે
કેરળમાં રવિવારે કોરોનાના નવા 19,653 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 45,08,493 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના કારણે 152 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 23,591 થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,711 દર્દી સંક્રમિત થયા છે. જ્યારે 43,10,674 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
આ પણ વાંચો- મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 3,34,78,000 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમાંથી 4,45,133 લોકોના મોત થયા છે. જ્યારે 3,27,15,000 લોકો સાજા થયા છે. જોકે, દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. કુલ 3,18,181 લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કોરોનાના કુલ કેસઃ 3,34,78,419
કુલ સાજાઃ 3,27,15,105
કુલ સક્રિય કેસઃ 3,18,181
કુલ મૃત્યુઃ 4,45,133
કુલ રસીકરણઃ 80,85,68,000 ડોઝ અપાયા
81 કરોડ જેટલા રસીનો ડોઝ અપાયા
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના મતે, 19 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 80,85,68,000 કોરોના રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. ગઈકાલે 37.78 લાખ રસી લગાવવામાં આવી હતી. જ્યારે ICMRના મતે, અત્યાર સુધી 55.36 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે ગઈકાલે 11.77 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે. જ્યારે રિકવરી રેટ 97.68 ટકા છે. એક્ટિવ કેસ 0.99 ટકા છે. કોરોના સક્રિય કેસ મામલે વિશ્વમાં ભારત હવે 8મા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી સૌથી વધુ મોત ભારતમાં થયા છે.