ETV Bharat / bharat

અસ્તિત્વની શોધમાં મહાત્મા ગાંધીના માર્ગે કોંગ્રેસ, આઝાદી ગૌરવ યાત્રા કાઢશે - આઝાદીની 75મી વર્ષગાંઠ

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં(Assembly elections 2022) નિરાશાજનક પ્રદર્શન બાદ હવે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીના માર્ગે(Congress party on the path of Mahatma Gandhi) ચાલીને દેશમાં બે મોટી પદયાત્રાઓ (Congress party padyatra) નિકાળશે. આઝાદીની 75મી વર્ષગાંઠ(75th Anniversary of Independence) પર કોંગ્રેસે 6 એપ્રિલથી 1 જૂન સુધી સાબરમતીથી દિલ્હી સુધી આઝાદીની ગૌરવ યાત્રા(Pride journey of freedom) કાઢવાની જાહેરાત કરી છે.

અસ્તિત્વની શોધમાં મહાત્મા ગાંધીના માર્ગે કોંગ્રેસ, આઝાદી ગૌરવ યાત્રા કાઢશે

author img

By

Published : Mar 22, 2022, 7:51 AM IST

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં(Assembly elections 2022) નિરાશાજનક પ્રદર્શન બાદ હવે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીના માર્ગ (Congress party on the path of Mahatma Gandhi)પર ચાલીને દેશમાં બે મોટી પદયાત્રાઓ (Congress party padyatra) નિકાળશે. પ્રથમ પદયાત્રા સાબરમતીથી દિલ્હી સુધીની હશે, જે લગભગ 1200 કિલોમીટરની હશે.

આ પણ વાંચો: કોંગ્રેસ MLAના રાજીનામા વચ્ચે, અમિત ચાવડાએ કહ્યું- 'ભાજપનો પ્લાન સફળ નહીં થાય'

બીજી પદયાત્રા 800 કિમીની: બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા 17 એપ્રિલથી 27 મે દરમિયાન કોલકાતાના ચંપારણથી બેલિયા ઘાટ સુધી ગાંધી સંદેશ યાત્રાના રૂપમાં બીજી પદયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા 800 કિમીની હશે, જે 40 દિવસ સુધી ચાલશે. સોમવારે કોંગ્રેસ મુખ્યાલયમાં આ સંબંધમાં એક બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલે કરી હતી. આ બેઠકમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષો અને આ રાજ્યોના પ્રભારીઓ હાજર રહ્યા હતા. જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસ પણ હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસની બેઠક: કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ત્રણ મુલાકાતોના ટાઈમ-ટેબલને લઈને મંગળવારે સાંજે 4:00 વાગ્યે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસની બેઠક પણ નક્કી કરવામાં આવી છે. આ બંને યાત્રાઓ મહાત્મા ગાંધીની ઐતિહાસિક પદયાત્રાઓની તર્જ પર આયોજિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બેંગલુરુમાં કોગ્રેસ MLAના ઘર નજીક હિંસા, 3 મોત, સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ

સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બીજી બેઠક: એવું કહેવાય છે કે, ચૂંટણીમાં શ્રેણીબદ્ધ પરાજયનો સામનો કર્યા બાદ કોંગ્રેસ પક્ષમાં જમીન અને લોકો સાથે સીધો સંબંધ બનાવવાની કવાયતના ભાગરૂપે આવા કાર્યક્રમો નક્કી કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બીજી બેઠક પણ આ મહિને યોજાવાની છે, જે બાદ કોંગ્રેસનું પુનર્ગઠન કરવા માટે અન્ય કાર્યક્રમોની જાહેરાત કરવાની પણ શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.