- એક જ પરિવારના 5 લોકોના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા
- બે બાળકો અને બે મહિલા સહિત 5 લોકોના મૃતદેહ મળ્યા
- ગૃહપ્રધાને તપાસના આદેશ આપ્યા
છત્તીસગઢ: અભાનપુરના કેન્દ્રી ગામમાં એક જ પરિવારના 5 લોકોના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
એક જ પરિવારના 5 સભ્યોનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા
મંગળવાર સવારે અભાનપુર પોલીસ મથકના હદ વિસ્તારમાં એક પરિવારના 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારનો મોભી કમલેશ સાહુનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જ્યારે મૃતકની માતા, પત્ની અને બે બાળકોનો મૃતદેહ પણ ઘરના અન્ય ઓરડામાંથી મળી આવ્યા છે.
સમગ્ર પરિવારે આ પગલુ કેમ ભર્યું તેનું કારણ હજૂ અકબંધ
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ સાથે FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે મૃતક પરિવારના પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના 5 લોકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી વ્યાપી છે. સમગ્ર પરિવારે આ પગલુ કેમ ભર્યું તેનું કારણ હજૂ અકબંધ છે.
ગૃહપ્રધાને તપાસ માટે આપી સૂચના
છત્તિસગઢ રાજ્યના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુએ આ સમગ્ર બાબતને ધ્યાનમાં લીધી છે. આ સાથે તામ્રધ્વજે SSP અજય યાદવ સાથે આ અંગે ફોન પર વાત કરી હતી. તેમજ કેસની સંપૂર્ણ વિગતો મેળવીને તાત્કાલિક કાર્યવાહી અને તપાસ કરવા માટે સૂચન કર્યું હતું.