ETV Bharat / bharat

Imran Khan to continue as PM: કેરટેકર PMની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઈમરાન ખાન વડાપ્રધાન તરીકે યથાવત્

પાકિસ્તાનના કેબિનેટ વિભાગ (Pakistan Political crisis) દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે, ઈમરાન ખાન ઈસ્લામિક રિપબ્લિકના બંધારણની કલમ 224A(4) હેઠળ રખેવાળ વડાપ્રધાનની નિમણૂક ન થાય ત્યાં સુધી પદ (Imran Khan to continue as PM) પર રહેશે.

Imran Khan to continue as PM: કેરટેકર PMની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઈમરાન ખાન વડાપ્રધાન તરીકે યથાવત્
Imran Khan to continue as PM: કેરટેકર PMની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઈમરાન ખાન વડાપ્રધાન તરીકે યથાવત્
author img

By

Published : Apr 4, 2022, 10:02 AM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ (Pakistan President Arif Alvi) જણાવ્યું છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનના બંધારણની (Pakistan Political crisis) કલમ 224A હેઠળ કેરટેકર પીએમની નિમણૂક ન થાય ત્યાં સુધી વડાપ્રધાન તરીકે ચાલુ (Imran Khan to continue as PM) રહેશે. અલ્વીએ ટ્વીટમાં કહ્યું કે, ઈમરાન ખાન ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 224A(4) હેઠળ રખેવાળ વડા પ્રધાનની નિમણૂક ન થાય ત્યાં સુધી પદ પર રહેશે.

આ પણ વાંચો: 3 એપ્રિલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન

ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે: નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી, દેશના કેબિનેટ વિભાગે સૂચના આપી છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે. રવિવારે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીએ ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને 'ગેરબંધારણીય' ગણાવીને ફગાવી દીધો હતો.

રાષ્ટ્રપતિને મધ્યસત્ર ચૂંટણી કરાવવાની સલાહ: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડાપ્રધાન ઈમરાન ખાનની સલાહ પર રવિવારે નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી હતી. આની થોડી મિનિટો પહેલા જ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખાને રાષ્ટ્રપતિને મધ્યસત્ર ચૂંટણી કરાવવાની સલાહ આપી છે. અગાઉ, વડાપ્રધાન ખાને, જેમણે 342-સભ્યોની નેશનલ એસેમ્બલીમાં બહુમતી ગુમાવી હતી, ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ સંસદના તોફાની સત્રને સ્થગિત કર્યા પછી રાષ્ટ્રને સંક્ષિપ્ત સંબોધન કર્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવના અસ્વીકાર બદલ લોકોને અભિનંદન આપતા ખાને કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ "સરકારને બદલવાનો પ્રયાસ કરવામાં અને વિદેશી ષડયંત્રને નિષ્ફળ કરવામાં નિષ્ફળ ગયા".

આ પણ વાંચો: સહયોગી પાર્ટીએ ઈમરાન ખાનને કર્યા ક્લીન બોલ્ડ, વડાપ્રધાન પદ્દ જવાનું લગભગ નિશ્ચિત

રાજકીય સંકટનો સામનો: ઈમરાન ખાન 2018 માં પાકિસ્તાનની બાગડોર સંભાળ્યા પછી સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યા હતા કારણ કે, તેમની પાર્ટીના સાંસદો દ્વારા બળવાખોર વલણ અને ગઠબંધન ભાગીદારો વચ્ચેના અણબનાવને કારણે તેમની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા ખાન 2018માં નવા પાકિસ્તાન બનાવવાનું વચન આપીને સત્તામાં આવ્યા હતા. જો કે, મોંઘવારી સહિત સામાન્ય લોકોની પાયાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.