ETV Bharat / bharat

ઈમરાનના સમર્થકોનો ગુસ્સો સાતમા આસમાને, પાક. સેના પર લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા - ચોકીદાર ચોર હૈ ના નારા

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા (Massive protests in Pakistan) બાદ તેમના સમર્થકો જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાન સેના વિરુદ્ધ (Slogans against Pakistan Army) સૂત્રોચ્ચાર (Chowkidar chor hai slogan raised in Pakistan ) કર્યા હતા. સમર્થકોએ સેના પર ઈમરાન ખાનને આપવામાં આવેલા જનાદેશની 'ચોરી' કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઈમરાનના સમર્થકોનો ગુસ્સો સાતમા આસમાને, પાક. સેના પર લગાવ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા

author img

By

Published : Apr 11, 2022, 9:34 AM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવ્યા (Massive protests in Pakistan) બાદ તેમના સમર્થકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા (Protests in Pakistan) છે. ઈમરાનના સમર્થકો પાકિસ્તાન આર્મી સામે પોતાનો ગુસ્સો (Slogans against Pakistan Army) વ્યક્ત કરી રહ્યા છે અને 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવી (Chowkidar chor hai slogan raised in Pakistan) રહ્યા છે. પંજાબ પ્રાંતમાં, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન શેખ રાશિદ અહેમદે પાકિસ્તાની સેના વિરુદ્ધ 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવ્યા.

આ પણ વાંચો: પાકિસ્તાનના નવા PMની સોમવારે થશે પસંદગી, વિપક્ષે શાહબાઝ શરીફને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા

ચોકીદાર ચોર હૈ'ના નારા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબ પ્રાંતના લાલ (Pak Army Chowkidar chor hai slogan ) હવેલી ખાતે હજારો લોકો ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવવાના વિરોધમાં એકત્ર થયા હતા. આ દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોએ સેનાને 'ચોકીદાર' અને 'ચોર' કહ્યા હતા. સમર્થકોનું કહેવું છે કે, સેનાએ ઈમરાન ખાનને આપેલા આદેશની 'ચોરી' કરી છે. જો કે, એક વાયરલ વીડિયોમાં પૂર્વ ગૃહપ્રધાન શેખ રાશિદ અહેમદ દેખાવકારોને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રોકવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તેમણે કહ્યું, 'નારાઓ ના લગાવો... અમે શાંતિથી લડીશું.'

નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર ચોર હૈ'નો નારો: સ્લોગનનો ભરપૂર ઉપયોગ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન આ સ્લોગનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનનો સ્વતંત્રતા સંગ્રામ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે સત્તામાંથી ગયા પછી પોતાની પ્રથમ ટિપ્પણીમાં કહ્યું હતું કે, વિદેશી ષડયંત્રના કારણે તેમની સરકારને હટાવવાની સાથે પાકિસ્તાનનો 'સ્વતંત્રતા સંગ્રામ' ફરી શરૂ થયો છે. ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું, 'પાકિસ્તાન 1947માં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું પરંતુ શાસન બદલવાના વિદેશી ષડયંત્ર સામે આજે ફરી સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો છે. દેશના લોકો હંમેશા તેમની સાર્વભૌમત્વ અને લોકશાહીનું રક્ષણ કરે છે.

વિદેશી ષડયંત્રનું પરિણામ: ખાન દાવો કરી રહ્યા છે કે, તેમની વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે વિદેશી ષડયંત્રનું પરિણામ હતું. તેણે ષડયંત્ર પાછળ અમેરિકાનું નામ લીધું છે. અમેરિકાએ ઘણી વખત આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ખાને આરોપ લગાવ્યો છે કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં બ્યુરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના સહાયક પ્રધાન ડોનાલ્ડ લુ તેમની સરકારને તોડવા માટે "વિદેશી ષડયંત્ર"માં સામેલ હતા.

આ પણ વાંચો: શહબાઝ વડાપ્રધાન બન્યા પણ નથી ને, 'કાશ્મીર રાગ' નો આલાપ કર્યો શરુ

ગૃહનો વિશ્વાસ ગુમાવ્યા બાદ સત્તા ગુમાવી: પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે રાત્રે મતદાન થયું હતું. વિશ્વાસ મત ગુમાવતાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ. સંયુક્ત વિપક્ષને 342-સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 સભ્યોનું સમર્થન હતું, જે વડા પ્રધાનને હાંકી કાઢવા માટે 172 ની જરૂરી બહુમતી કરતાં વધી ગયું હતું. 69 વર્ષીય ઈમરાન ખાન દેશના ઈતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન છે, જેમણે ગૃહનો વિશ્વાસ ગુમાવ્યા બાદ સત્તા ગુમાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.