મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં મહિલાઓ પર થતા (Dowry Case Uttar Pradesh) અત્યાચારના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દહેજને (IPC 498 in details) લઈને મામલો ત્યાં સુધી ગરમાય છે કે, છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં એક મહિલાનું સાસરિયાઓએ મુંડન કરી નાંખ્યું હતું. મેરઠ જિલ્લાની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે દહેજની માંગ પૂરી ન કરવા પર પતિએ તેના સાસરિયાઓને (IPC 294 And IPC 509) માર માર્યો હતો. પછી તેનું મુંડન કરી ટાલ પાડી ત્રણ તલાક આપી દીધા હતા. પોલીસે આ કેસમાં તહરિરના આધારે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. SP સિટીએ જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આગળ તપાસ કરીને સાસરિયા સામે પગલાં લેવાશે.
આ પણ વાંચોઃ ગુજરાતીઓ શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમ્યાં, કુલ 442 જુગારીઓ પાસેથી મોટો દલ્લો કબજે
બુલેટની માંગ કરીઃ મેરઠના લીસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇત્તેફાકનગરમાં રહેતી સમીનાના લગ્ન બે વર્ષ પહેલા અફઝલપુર પોટીના રહેવાસી અહેમદ અલી સાથે થયા હતા. પીડિતા સમીનાનો આરોપ છે કે બે વર્ષથી તે તેના પતિ અને સાસરિયાઓના દરેક જુલમ સહન કરી રહી હતી. તેની પાસેથી સતત દહેજની માંગ કરવામાં આવી રહી હતી. અહેમદ અલી નિકાહથી જ બુલેટની માંગ કરી રહ્યો હતો. બુલેટની માંગ પૂરી ન કરવાને કારણે તેની પર હુમલો કરી દીધો હતો. પીડિતા સમીનાનો આરોપ છે કે પતિએ તેના સાસરિયાઓ સાથે મળીને તેની મારપીટ કરી હતી. તેનું મુંડન કરીને ટાલ પાડી દીધી હતી. ત્રણ તલાક આપ્યા બાદ તેને ઘરની બહાર પણ કાઢી મૂકી હતી.
આ પણ વાંચોઃ સુર્યા મરાઠીની હત્યામાં સંડોવાયેલા શફી ઉપર ફાયરિંગ, ઘટના CCTVમાં રેકોર્ડ
આરોપ આવો છેઃ મહિલાનો આરોપ છે કે તારીખ 7 જૂને પતિએ તેની સાથે મારપીટ કરી હતી. જે પછી તેના વાળ કાપીને એનું મુંડન કરી નાંખવામાં આવ્યું હતું. માથાના વાળ કપાયા હોવાથી સમીના તેના મામાના ઘરે ગઈ હતી. આ પછી આસપાસના લોકોની પંચાયત બેસી ગઈ અને મામલો થાળે પડ્યો. આ પછી સમીનાને ફરીથી તેના સાસરે મોકલી દેવામાં આવી હતી. સમીના કહે છે કે તારીખ 9 ઓગસ્ટના રોજ અહેમદ અલીએ પરિવાર સાથે ફરી મારપીટ શરૂ કરી હતી. એની માતાએ એને સમજાવ્યો હતો પણ તે કોઈ રીતે માન્યો જ નહીં.
ઘરમાંથી કાઢી મૂકીઃ આ પછી તારીખ 14 ઓગસ્ટે ટ્રિપલ તલાક આપ્યા બાદ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલાનું એવું કહેવું છે કે તેના મામા પક્ષના લોકો સાથે તે પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ તે સમયે પોલીસે કેસ નોંધ્યો ન હતો. જ્યારે તેણીએ અધિકારીઓને ફરિયાદ કરી, ત્યારે કાંકરખેડા પોલીસે દહેજ અત્યાચાર અને ટ્રિપલ તલાકનો કેસ દાખલ કર્યો.