- હૈદરાબાદના બડા ગણેશને લઇને લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
- આવતા વર્ષે માટીની મૂર્તી બનાવવામાં આવશે
- વિશ્વ વિખ્યાત છે બડા ગણેશ
હૈદરાબાદ: ખૈરતાબાદ ગણેશ ઉત્સવ સમિતિએ આગામી વર્ષે માટીની ગણેશ મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો છે. વળી, સમિતિએ કહ્યું છે કે પ્રતિમાનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવશે. આ અંગે ઉત્સવ સમિતિએ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GMHC) ના મેયર વિજયલક્ષ્મી આર. ગડવાલને માટીની ગણેશ મૂર્તિ બનાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. સમિતિના પદાધિકારીઓએ જાહેરાત કરી છે કે આવતા વર્ષે 70 ફૂટની માટીની ગણેશ મૂર્તિ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : તાલીબાનીઓએ કાબુલમાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું કર્યું અપહરણ
આવતા વર્ષે માટીની મૂર્તી બનાવવામાં આવશે
આયોજકોએ જણાવ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીને દૂષિત કરે તેવી શક્યતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહોત્સવ સમિતિના નવા નિર્ણય મુજબ આગામી વર્ષથી સ્થળ પર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ખૈરતાબાદમાં સ્થાપિત ભગવાન ગણેશની વિશ્વ વિખ્યાત અને સૌથી મોટી મૂર્તિને જોવા માટે રાજ્યના વિવિધ ભાગોમાંથી લોકો આવે છે. 1954 થી સતત અહીં દર વર્ષે ગણેશજીની વિશાળ મૂર્તિ સ્થાપિત થાય છે. આ વર્ષે ગણેશ મૂર્તિની સ્થાપનાના પહેલા જ દિવસે, તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજન અને હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય સાથે સૌપ્રથમ ગણેશજીને પ્રાર્થના કરી હતી.