- ઓલિમ્પિકની વિન્ટર અને સમર સ્પર્ધાઓમાં 200થી વધુ દેશો
- મેડલ જીતનારા ખેલાડીઓ માટે સરકારોએ વિવિધ ભંડોળ કર્યું જાહેર
- ગુજરાત સરકાર દ્વારા તમામ ખેલાડીઓને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય
હૈદરાબાદ: ઓલિમ્પિક્સમાં હજારો ખેલાડીઓ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લે છે. ઓલિમ્પિકની વિન્ટર અને સમર સ્પર્ધાઓમાં 200થી વધુ દેશો ભાગ લે છે. ઓલિમ્પિક્સ 4 વર્ષમાં એકવાર રમવામાં આવે છે. આથી ચાલો જોઈએ કે, કંઈ રાજ્ય સરકારે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેનારા ખેલાડીઓને ઇનામની રકમ આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Gujarati Women In Olympic: મુખ્યપ્રધાને મહિલા ખેલાડીઓ માટે જાહેર કર્યું 10 લાખનું ઇનામ
ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુજરાતની 6 મહિલા ખેલાડીઓ
ગુજરાતની 6 મહિલા ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ માટે ભારતીય ટુકડીનો ભાગ બની છે. રાજ્ય સરકારે આ તમામ ખેલાડીઓને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. અનેક રાજ્ય સરકારોએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓ માટે આર્થીક સહાયની યોજના બનાવી છે. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને સરકારોએ વિવિધ ભંડોળના રૂપમાં પુરસ્કાર જાહેર કર્યા છે. આ સાથે અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મળેલી ઇનામની રકમ પણ વધારવામાં આવી છે.
જાણો, રાજ્ય સરકાર દ્વારા ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ માટે આપવામાં આવશે ઈનામ
ટોક્યો ઓલિમ્પિકમાં 119 ખેલાડીઓ
ભારત ટોક્યો ઓલિમ્પિકમાં 119 ખેલાડીઓ સહિત 228 સભ્યોની ટીમ મોકલશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું કે, 119 ખેલાડીઓમાંથી 67 પુરુષ અને 52 મહિલા ભાગ લેનારા છે. આ ઓલિમ્પિકમાં અત્યાર સુધીની ભારતની સૌથી મોટી ટુકડી હશે. 118 ખેલાડીઓએ રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ભારતથી ટોક્યો જવા માટેની પ્રથમ ટીમ 17 જુલાઈએ રવાના થશે.
ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો
195 દેશો સહિત 206 ટીમોના ખેલાડીઓ ઓલિમ્પિક્સની આ મહાન ઇવેન્ટમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આઝાદી પહેલા ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો. આ પછી, 1920 માં, ભારતની ટીમ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા ગઈ. 2021 ના લંડનમાં ઓલિમ્પિકમાં ભારતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં 6 મેડલો જીત્યા હતા, પરંતુ રીઓ ડી જાનેરોમાં વર્ષ 2016 માં ભારતીય ટુકડી માત્ર બે મેડલ મેળવવામાં સફળ રહી હતી. હવે ટોક્યોમાં ભારતીય ટીમ તરફથી ઘણી આશા છે.