હાવડા (પશ્ચિમ બંગાળ): પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં મિલકતના (death in howrah) વિવાદમાં એક મહિલા અને તેના પતિએ કથિત રીતે તેમના પરિવારના ચાર સભ્યોની હત્યા કરી હતી. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે (woman kills 4 members of family) આ ઘટના બુધવારે રાત્રે લગભગ 11 વાગે હાવડા (woman arrested) પોલીસ સ્ટેશન વિસ્તારના એમસી ઘોષ લેનમાં બની હતી.
આ પણ વાંચો: નાઈજિરિયન યુવકે મોંઘી ગિફ્ટના નામે યુવક સાથે કરી આટલા રૂપિયાની છેતરપિંડી
આરોપીની ધરપકડ: પોલીસે જણાવ્યું કે, આરોપી પલ્લવી ઘોષની ધરપકડ (husband on run) કરવામાં આવી છે, જ્યારે તેનો પતિ દેબરાજ ઘોષ ફરાર છે. પોલીસે જણાવ્યું કે દંપતીએ દેબરાજની માતા માધવી અને ભાઈ દેબાશિષની તીક્ષ્ણ હથિયાર (Kolkata news) વડે હત્યા કરી હતી. ત્યારબાદ તેણે દેવાશિષની પત્ની રેખા અને તેમની 13 વર્ષની પુત્રી ત્રિયશાને પણ ચાકુ માર્યા હતા.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં બિહારી મજૂરની ગોળી મારીને કરી હત્યા
કેસ નોંધવામાં આવ્યો: પોલીસે જણાવ્યું કે, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ તણાવ વધી જતાં જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસે કહ્યું કે દેબરાજની શોધ ચાલી રહી છે, જે ગુનો કર્યા બાદ ગુમ થઈ ગયો હતો અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું, અમને શંકા છે કે, મિલકતના વિવાદને કારણે હત્યા કરવામાં આવી છે.