ETV Bharat / bharat

દિવાળી કરવા ઘરે જતા શ્રમિકોને યમનું તેડું, બસ ટ્રક સાથે અથડાતા 14નાં મૃત્યુ - Rewa bus collided with truck

MP-UP બોર્ડરને જોડતા નેશનલ હાઈવે 30 પર (National highway Fatal Accident) એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 14 શ્રમિકોનાં મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી બાદ મધ્ય પ્રદેશની સોહાગી (Road Accident Rewa Madhya Pradesh) પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત શ્રમિકોને ટૂનથર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું એડમીટ કરવામાં આવ્યા છે. આ ઘટના શુક્રવાર રાતની હોવાનું જાણવા મળે છે. આ બસ જબલપુરથી રીવા થઈને પ્રયાગરાજ જઈ રહી હતી.

બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 14 શ્રમિકોનાં મૃત્યું 40થી વધુ ઈજાગ્રસ્ત

author img

By

Published : Oct 22, 2022, 8:02 AM IST

Updated : Oct 22, 2022, 9:02 AM IST

રીવાઃ મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના (National highway Fatal Accident) સોહાગી પર્વતમાં શુક્રવાર-શનિવારની મોડી રાત્રે એક જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 શ્રમિકોનાં મોત થયા હતા. જ્યારે 40 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને અકસ્માતની માહિતી મળી, ત્યારબાદ સ્થાનિક પોલીસ (Madhya Pradesh police) ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતના સમાચાર મળતા જ કલેક્ટર, એસપી સહિત તમામ વહીવટી (Rewa Collector Madhya Pradesh) સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પીએમ માટે ત્યોંથરની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

  • It seems that the trolley truck had an accident with the truck in front of it and when the driver applied brakes, the bus behind it rammed into it. Police-admn and local people are here. Rescue operations were done. Injured have been sent to hospital: Manoj Pushp, Rewa Collector pic.twitter.com/6BcEeeYzSb

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શ્રમિકોનો ભોગ લેવાયોઃ એવું જાણાવવામાં મળી રહ્યું છે કે, દિવાળી મનાવવા માટે સિકંદરાબાદથી બસમાં બેસીને મુસાફરો લખનૌમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન પ્રથમ પેસેન્જર બસ કટની પહોંચી. કટનીથી લખનૌ જતી બસમાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા. આ પછી બસ મુસાફરોને લઈને ઉત્તર પ્રદેશના લખનૌ જવા રવાના થઈ. બસ જેવી જ રીવાના સોહાગી પહાડ પાસે પહોંચી એ સમયે કાબુ બહાર થઈ ગઈ. ટ્રક સાથે અથડાઈ. આ ટ્રક લોડેડ હતો. મળતી માહિતી મુજબ બસમાં 100થી વધુ મુસાફરો બેઠા હતા. બસ સોહાગી પર્વત પાસે પહોંચી ત્યારે બસની આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ દરમિયાન બેકાબૂ બસે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. આ દરમિયાન બસના બોનેટ અને આગળની સીટ પર બેઠેલા તમામ મુસાફરોના મોત થયા હતા.

જે ટ્રક સાથે બસ ટકરાઈ હતી અને તે ટ્રકની આગળનું વાહન ટકરાયું હતું. તે ઘટના બાદ તરત જ ડ્રાઈવર અને વાહન સાથે સ્થળ પરથી ગુમ થઈ ગયો હતો. જેના કારણે ઘટનાની તમામ માહિતી એકત્ર કરવામાં આવી રહી નથી. આ ઘટના બાદથી પોલીસે સમગ્ર ઘટનાને તપાસની સાથે આગળ વાહનની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં તમામ મુસાફરો ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળના રહેવાસી છે. તેમના પરિવારજનોને જાણ કરવા માટે વહીવટી ટીમ હજુ પણ તેમને શોધી રહી છે.--મધ્ય પ્રદેશ પોલીસ

યુદ્ધના ધોરણે બચાવકામગીરી શરૂઃ આ ઘટનાની થોડી મિનિટો પહેલા, રીવા જિલ્લાના ત્યોંથાર તહસીલના વિદ્યુત વિભાગમાં ડીઈ તરીકે તૈનાત સુશીલ યાદવ રીવાથી જઈ રહ્યા હતા. ત્યારપછી તે ઘટનાના બરાબર 2 મિનિટ બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતો. તેમણે સૌથી પહેલા બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ તમામ વહીવટી ટીમની સાથે કલેક્ટર મનોજ પુષ્પ અને એસપી નવનીત ભસીન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ટ્રક પણ આગળથી ભટકાયોઃ પોલીસે એ વાત જણાવી કે, જે ટ્રકનો બસ સાથે અકસ્માત થયો છે એ ટ્રક પણ આગળથી વાહન સાથે અથડાયો છે. આ અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બસમાં બેઠેલા પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળના રહેવાસી હતા. હાલમાં એમના સ્વજનોને સંદેશનો આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Last Updated : Oct 22, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.