અમદાવાદ: 6 મે 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપના આજના દિવસનો સવારનો ભાગ મોજમજા અને આનંદપ્રમોદમાં પસાર થશે. વિજાતીય પાત્રોનો સંગાથ આનંદ આપશે. શરીર અને મનનું આરોગ્ય સારું રહેશે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવામાં થોડી પ્રતિકૂળતા આવી શકે છે માટે સાચવજો. વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. તંદુરસ્તી સાચવવી, આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે. રહસ્યમય બાબતો અને ગૂઢવિદ્યા પ્રત્યે આકર્ષણ અનુભવશો. ઊંડુ ચિંતન- મનન આપના મનને શાંતિ આપશે.
વૃષભ: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે. સાથી કર્મચારીઓનો પૂરો સાથ અને સહકાર પણ મળી રહેશે. આર્થિક લાભ મળે. હરિફો મ્હાત થાય. બપોર પછી આપ મનોરંજનની દુનિયામાં સફર કરતા હશો. વિજાતીય પાત્રોનો સંગાથ મળે. મિત્રો અને પ્રિયપાત્ર આપના મનને હર્ષિત કરશે. નવા વસ્ત્રો, ઘરો કે મોજશોખના સાધનોની ખરીદી થાય. જાહેર માન- સન્માન મળે.
મિથુન: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં પસાર થશે. આપ આપની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિને ખૂબ સારી રીતે કામે લગાડી શકો. પ્રિયતમા સાથેનું મિલન રોમાંચક રહેશે. માનસિક અને શારીરિક રીતે સજ્જ રહેશો. બપોર પછી નોકરિયાત વર્ગને નોકરીમાં લાભની શક્યતાઓ ઉભી થાય. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ સામે આપને સફળતા મળશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળશે.
કર્ક: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. માનસિક હતાશા અને અસ્વસ્થતા રહેવાની શક્યતા હોવાથી શારીરિક રીતે આપ બેચેની અનુભવશો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. મુસાફરી માટે આજનો દિવસ અનુકૂળ નથી. જમીન- વાહન સંબંધી સમસ્યાઓ સર્જાય. બપોર બાદ આપ માનસિક રીતે થોડીક રાહતની લાગણી અનુભવશો. મિત્રોનો સહકાર મળશે. શારીરિક તાજગીનો અનુભવ થશે. વધારે પડતા વિચારો આપના મનને વિચલિત કરશે.
સિંહ: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપને નાનકડા ધાર્મિક પ્રવાસનો સંકેત મળી રહ્યો છે. વિદેશથી સારા સમાચાર મળે. ધનલાભ થાય. વિદેશથી સારા સમાચાર મળે. નવા કાર્યના પ્રારંભ માટે શુભ સમય છે. રોકાણકારો માટે લાભદાયી સમય છે પરંતુ મધ્યાહન બાદ આપ વધુ પડતા લાગણીશીલ બનશો. માનસિક ગડમથલ વધી શકે છે અને તેના કારણે આપની તંદુરસ્તીને અસર પડી શકે છે. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી સમસ્યાઓ ઉભી થાય.
કન્યા: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. મનની દ્વિધાભરી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ નહીં રહે તો મનદુ:ખના પ્રસંગો ઉભા થાય. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવાની સલાહ છે. શરીર અને મનની સ્વસ્થતા ન જળવાય પરંતુ બપોર બાદ આપનો સમય સુધરતો જણાય. ભાઇભાંડુઓ સાથે બેસી મહત્વની ચર્ચા થશે. બહારગામ જવાનું આયોજન થાય. વિશેષ કરીને ધાર્મિક પ્રવાસ થાય. રોકાણકારો માટે આજે સારો દિવસ છે. ભાગ્યવૃદ્ધિ થાય.
તુલા: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપની કલાત્મક અને સર્જનાત્મક શક્તિમાં વધુ નિખાર આવે. શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહેશો. વૈચારિક દૃઢતા અને સમતોલ વિચારસરણીથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. પ્રિયપાત્ર જોડે આનંદથી સમય પસાર થાય. વસ્ત્રાભૂષણો કે મનોરંજન પાછળ ધનખર્ચ બાદ આપનું મન દ્વિધાયુક્ત પરિસ્થિતિમાં મુકાશે. જેથી આપ અગત્યના નિર્ણયો નહીં લઇ શકો. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે આપે અહમને બાજુ પર મુકીને બાંધછોડભર્યું વલણ અપનાવવું પડશે.
વૃશ્ચિક: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપનો ઉગ્ર સ્વભાવ કે અસંયમિત વલણ વધી શકે છે માટે તેને અંકુશમાં રાખશો અને શાંત ચિત્તે કામ લેશો જો ઘણા સંબંધોમાં આવનારી સમસ્યા ટાળી શકશો. અકસ્માતથી સાવધાન રહેવું. આવકની તુલનાએ ખર્ચનું પ્રમાણ વધારે રહે માટે નાણાંની જોગવાઈ અગાઉથી રાખવી. સગાંસંબંધી સાથે તણાવ થઈ શકે છે, પરંતુ બપોર પછી સ્થિતિ ઘણી સુધારાત્મક રહેશે. આપ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. પ્રિયપાત્ર સાથે રોમાંચની ક્ષણો માણી શકશો. આપનો આત્મવિશ્વાસ વધશે.
ધન: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આજે આપના માટે લાભકારી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબજીવનમાં આનંદનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે. મિત્રવર્ગ સાથે બહાર જવાનું થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. વેપારીવર્ગને સારો લાભ મળે પરંતુ બપોર પછી તબિયત સંભાળવાની સલાહ આપવામાં આવે છે. સહેજ પણ અવિચારી વલણ સંબંધો પર અસર કરશે માટે સૌમ્યતા અને ધીરજથી વર્તન કરવું. વ્યાવસાયિક વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી ટાળવી.
મકર: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં ગૃહસ્થજીવન આનંદમય રહેશે. પરિવારના સભ્યોમાં ખુશાલીનો માહોલ રહેશે. નોકરીમાં પદોન્નતિના યોગ છે. ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહેશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. મધ્યાહન બાદ દોસ્તો સાથે મિલન મુલાકાત અને મનોહર પર્યટન સ્થળ પર જવાની શક્યતા ઉભી થશે. આપની આવક વધવાના યોગ છે. વેપારી વર્ગને વેપારમાં ફાયદો થાય. લગ્નજીવનમાં આનંદ વધે.
કુંભ: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપ બૌદ્ધિક કાર્યો અને સાહિત્ય સર્જન કે લેખનપ્રવૃત્તિમાં ગુંથાયેલા રહેશો. આજે આપ નવું કાર્ય શરૂ કરી શકો છો. લાંબી મુસાફરી પર જવાનો કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો તખ્તો ઘડાય. વ્યવસાયમાં લાભની તકો મળે. નોકરિયાતોએ થોડું સંભાળીને ચાલવું. તબિયત સાચવવી પરંતુ મધ્યાહન બાદ કુટુંબ જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે.
મીન: તુલા રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ છે, હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્તી સંભાળવી. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. ગૂઢવિદ્યાઓ જાણવા માટે અનુકૂળ દિવસ છે. બપોર બાદ આપને વિદેશ વસતા મિત્ર કે સ્નેહીજનના સમાચાર મળશે. નોકરીના સ્થળે ઉપરી અધિકારીઓની નારાજગી રહે. સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ન પડવા સલાહ આપવામાં આવે છે.