ETV Bharat / bharat

Daily Horoscope: આજે આ રાશિના લોકોને વહેવાર પ્રસંગે બહારગામ જવાનું બને, ધન લાભના યોગ છે - aajnu rashifal

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Daily Horoscope: આજે આ રાશિના લોકોને વહેવાર પ્રસંગે બહારગામ જવાનું બને, ધન લાભના યોગ છે

author img

By

Published : Feb 16, 2023, 4:00 AM IST

અમદાવાદ :16 ફેબ્રુઆરી 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ નિર્ધારીત કાર્યો સુપેરે પાર પાડી શકશો, પરંતુ આપ જે પ્રયત્‍નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને માટે બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્‍સા પર કાબૂ રાખવો પડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્‍થળે કે ઘરમાં કોઈની સાથે તણાવ ના આવે તેવા પ્રયાસો કરવા.

વૃષભ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. વધુ પડતો કામનો બોજ અને ખાનપાનમાં બેદરકારીથી આપનું આરોગ્‍ય બગડી શકે છે માટે કામ અને આરામ બંનેને સંતુલિત રાખવા. સમયસર ભોજન લેવું અને પુરતી ઊંઘ લેવી જેથી કામમાં એકાગ્રતા વધારી શકો. પ્રવાસમાં વિધ્‍નોની શક્યતા હોવાથી જે શક્ય હોય તો પ્રવાસ ટાળવો. નિર્ધારિત સમયે કાર્યપૂર્ણ કરવા માટે પરિશ્રમ વધારવો પડશે. યોગ, ધ્‍યાન અને આધ્‍યાતિમક વાંચન રાહત આપશે.

મિથુન: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ પડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રિયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય. જાહેર જીવનમાં માન સન્‍માનના અધિકારી બનશો. આપના હાથે દાન ધર્મ સખાવતનું કાર્ય થાય.

કર્ક: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન દિવસ ખુશીઓ સફળતાનો છે. પરિવારમાં સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ પક્ષથી લાભ થાય. આરોગ્‍ય જળવાય. આર્થિક લાભ થાય. આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.

સિંહ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી કામ કરશો. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓમાં વિશેષ દિલચશ્‍તી રહેશે. સાહિત્‍ય કલાક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની પ્રેરણા મળે. પ્રેમીજનો પ્રિયપાત્ર સાથે મિલન મુલાકાત થાય. સંતાનોના શુભ સમાચાર મળે. ધાર્મિક કે પરોપકારનું કાર્ય આપના મનને આનંદ આપશો.

કન્યા: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપે જીવનની કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્‍વાસ્‍થ્‍યની પણ કાળજી લેવાની સલાહ છે. મન પર ચિંતાનો બોજ લાવવાના બદલે મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને કામનું ભારણ ટાળવા માટે કામની વહેંચણી કરી શકો છો. કુટુંબીજનો સાથે ખટરાગ ના થાય તે માટે તેમની સાથે સૌમ્યતાથી વાત કરવી. માતાની તબિયતની વધુ કાળજી લેશો તો તમારી વચ્ચે હજુ પણ આત્મીયતા વધશે. વિદ્યાભ્‍યાસ માટે મહેનત માંગી લે તેવો સમય છે. સ્‍થાવર મિલકત, વાહન ને લગતી સમસ્‍યાઓ સર્જાય. ધનખર્ચ થાય.

તુલા: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. શુભ કે ધાર્મિક પ્રસંગે યાત્રા પ્રવાસનું આયોજન થાય. ભાઇ ભાંડુઓ સાથે સુમેળભર્યા વાતાવરણમાં ઘરના પ્રશ્નોની ચર્ચા થાય. વહેવાર પ્રસંગે બહારગામ જવાનું બને. વિદેશથી સારા સમાચાર આવે. નવા કાર્યોનો પ્રારંભ આજે કરી શકો છો. ધન લાભના યોગ છે. મૂડી રોકાણ માટે અનુકૂળ દિવસ છે. તન મનનું આરોગ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ધિ થાય.

વૃશ્ચિક: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આપને નકારાત્‍મક માનસિક વલણ ટાળવાની સલાહ છે. ન બોલવામાં નવ ગુણની નીતિ અપનાવી ચાલશો તો કુટુંબીજનો સાથેનું ઘર્ષણ નિવારી શકશો. આરોગ્‍ય અંગે ‍વધુ કાળજી લેવી અને ભોજનની અતિશયોક્તિ ટાળવી. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં બીજાની મદદ લેવી પડશે.

ધન: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે એકાદ ધાર્મિક પ્રવાસનો સંકેત મળી રહ્યો છે. આજે આપ નિર્ધારિત કાર્યો પાર પાડી શકશો. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. જેથી આપ સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. પરિવારમાં મંગળ પ્રસંગો બને. સ્‍વજનો સાથેની મુલાકાત આનંદ પમાડે. દાંપત્‍યજીવન ખુશહાલ રહે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. સમાજમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે.

મકર: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વધારે વ્‍યસ્‍ત હશો અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરશો. આજે કોર્ટ કચેરીના કામકાજ ઉભા થાય. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી અવરોધો આવી શકે છે માટે દસ્તાવેજી કાર્યોમાં પારદર્શકતા વધારવી પડશે. સગાંસંબંધી સાથે તણાવ ટાળવો. શારીરિક અને માનસિક આરોગ્‍ય વધુ સાચવવું પડશે. ઓપરેશન, અકસ્‍માતથી સંભાળવું. પરિશ્રમ બાદ અપેક્ષા કરતા ઓછુ ફળ મળે તો નિરાશ ના થવું.

કુંભ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરી શકશો. નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. પત્‍ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. પ્રવાસ પર્યટન અને લગ્‍નના સંજોગો સર્જાશે. તનમનથી આનંદિત રહેશો.

મીન: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આપના માટે આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. કામની સફળતા અને ઉપરી અધિકારીઓના પ્રોત્‍સાહન આપના ઉત્‍સાહને દ્વિગુણિત કરશે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ અને આવકમાં વધારો થાય. ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આરોગ્‍ય સારું રહે. પરિવારમાં સુખશાંતિ રહે. બઢતીના સંજોગ સર્જાય. સરકાર તરફથી લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.