મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આજે આપ સમાજ અને લોકોમાં આદર મેળવી શકશો. આપનું લગ્ન તેમ જ પારિવારિક જીવન સંતુષ્ટ અને સુખી રહેશે. આપ મિત્રો સાથે મોજમસ્તી અને રોમાન્સ માણી શકશો. મનોરંજનથી આપને ભાગીદારીમાં ફાયદો થશે. જીવનસાથી સાથે સારો સુમેળ રહેશે.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
શારીરિક માનસિક સ્વસ્થતાને કારણે આપ આપનું કામ આયોજન પ્રમાણે પૂરું કરી શકશો. આપને નાણાંકીય લાભ થઇ શકશે. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળમાંથી સારા સમાચાર મળી શકશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને મદદ કરશે. વિલંબમાં પડેલા કામ પૂરા થશે તેમ જણાઈ રહ્યું છે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
આજનો દિવસ સાર્વત્રિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. ઊત્તમ ભોજન અને શ્રેષ્ઠ લગ્નસુખની પ્રાપ્તી થાય.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
આપને આજે આનંદ અને સ્ફૂર્તિ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે અને ક્યાંક બાંધછોડની નીતિ પણ અપનાવવી પડે. મનમાં કોઈ પ્રકારના રાગદ્વેષ હોય તો ત્યજીને ઉદાર વલણ અપનાવવાની સલાહ છે. છાતીમાં દર્દ કે કોઇ વિકાર હોય તેમણે સારવારમાં વધુ કાળજી લેવી. કુટુંબીજનો તથા સ્નેહીઓ સાથે વિનમ્રતાથી વર્તવું. શક્ય હોય તો વધુ ઉંઘ લેવી. જાહેરમાં પ્રતિષ્ઠાની વધુ પડતી આશા રાખવી નહીં.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
આજે આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. ધાર્યું કામ પાર પડશે. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. હરીફો પર આપ વિજય મેળવી શકશો. પ્રિયજનની નિકટતા આપને હર્ષિત કરશે. લાગણીભર્યા સંબંધોની ગહનતાનો પરિચય થશે. આર્થિક લાભ મળશે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
આજે આપના ઘરમાં સુખશાંતિ રહેશે. આપની મીઠી વાણી અને ન્યાયપ્રિય વલણને કારણે આપને લોકો વધુ ચાહશે. નાણાંકીય લાભ થઇ શકે છે. મીઠાઇ અને સ્વાદિષ્ટ ભોજન માણશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આપની કુશળતાને બહાર લાવવાની જે સુવર્ણ તક આપને મળી છે તેને સરી જવા દેશો નહીં. આપની કલાત્મકતા અને રચનાત્મકતા વધુ ખીલશે. શરીર અને મન વધુ તાજગી અનુભવશે, આપ મિત્રો અને કુટુંબીજનો સાથે મનોરંજન માણી શકશો. આપને નાણાંકીય લાભ મળશે. સ્વાદિષ્ટ ભોજન, નવાં વસ્ત્રપરિધાન અને વાહનનું સુખ મળશે, પ્રિયજન સાથે મુલાકાત થશે તેમજ કામમાં સફળતા મેળવી શખશો. દાંપત્યજીવનમાં પણ શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
આજના દિવસ દરમ્યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી પરેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્નેહીઓ સાથે અણબનાવ રહે.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
આજનો દિવસ આપના માટે લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણો માણી શકશો. આવકના સ્ત્રોત વધશે. ઉપરી અધિકારીઓ અને વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે સુંદર પર્યટનનું આયોજન થાય. ઉત્તમ ભોજનની પ્રાપ્તિથી સંતુષ્ટ થશો.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
આપને ધંધામાં લાભ થવાની શક્યતા છે. આર્થિક બાબતો અને પ્રવાસના આયોજન માટે પણ દિવસ સારો છે. સરકારી કામકાજ સફળતાથી પાર પડશે અને ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશી અનુભવશે. નોકરીમાં પદોન્નતિ થઇ શકે. પિતા દ્વારા લાભની પ્રાપ્તિ તેમજ સંતાનોનો અભ્યાસ સંતોષકારક રહેશે. આપના માનપાનમાં વધારો થઇ શકે.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજે આપને તબિયતમાં બેચેની, થાક અને કંટાળો રહેશે પરંતુ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે જેથી કામ કરવાનો ઉત્સાહ ન રહે. ઓફિસ તથા કામકાજના સ્થળે ઉપરીઓનો નારાજગીનો ભોગ બનવું પડે. મોજશોખ અને હરવાફરવા પાછળ ખર્ચ થશે. લાંબી મુસાફરી થાય. વિદેશથી સમાચાર મળે. સંતાનોના પ્રશ્ન આપને મુંઝવશે. હરીફો સામે વધુ વાદવિવાદમાં ન ઉતરવાની સલાહ છે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
આજે આપને ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. ક્રોધ પર સંયમ રાખીને વાણી અને વર્તનમાં મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. માનસિક સ્વસ્થતા માટે તમે પરિવારજનો સાથે વધુ સમય વિતાવો અને તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરો તેવી સલાહ છે. ઇષ્ટદેવનું ધ્યાન, જપ અને આધ્યાત્િમક તેમને સાચો માર્ગ દેખાડશે.