મેષઃ તમે આનંદ અને ખુશીઓ સાથે આ સપ્તાહની શરૂઆત કરશો. નાણાકીય દૃશ્ટિએ આ સમય તમારા માટે ફળદાયી રહેશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે, ભલે તમે બહુ કામ ના કરો તો પણ તમને સારી એવી રકમ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે કારણ કે તમને પ્રમોશન મળવાની સંભાવના રહેશે. તમારા બોસ સાથે સારો તાલમેલ જાળવી રાખવો. આ અઠવાડિયે તમારી વિદેશ જવાના પ્રયાસોમાં સફળતા મળે. વેપાર કરતા હોય તેમના માટે સાનુકૂળ સમય હોવાથી તમે કામમાં ગતિ પ્રાપ્ત કરશો. તમે સરકારી ક્ષેત્ર તરફથી મોટું ટેન્ડર મેળવી શકો છો. તમારે આ અઠવાડિયે તમારી એકાગ્રતામાં થોડો વધારો કરવો પડશે અને તમારા કામથી કામ રાખવુ પડશે. પરણિત લોકો પારિવારિક જીવનમાં વધતા તણાવથી થોડા વ્યથિત રહેશે, જે લોકો પ્રેમ જીવન વિતાવી રહ્યા હોય તેમને તેમના સંબંધોમાં રોમાંસની સાથે કેટલીક મીઠી-મીઠી વાતો પણ સાંભળવા મળી શકે છે. તે તમારા સંબંધને સુંદર બનાવશે. ઘરમાં કોઈ વાતને લઈને ખુશીથી ઉજવણી કરવામાં આવશે, પરંતુ બીજી તરફ તમારી વાણીમાં અંકુશ રાખવાની સલાહ છે અન્યથા સંબંધોને અસર પડી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધો વચ્ચે આગળ વધવાનું હોવાથી સખત પરિશ્ચમની તૈયારી રાખવી. મુસાફરી માટે શરૂઆત અને અંતિમ ચરણ સારું છે.
વૃષભઃ નોકરિયાત લોકો માટે અઠવાડિયું સારું છે. તમારી મહેનત અને તમારી કાર્યક્ષમતા સારી રહેશે. કોર્ટ-કચેરીની બાબતોમાં તમારા પક્ષમાં ચુકાદો આપશે. તમે તમારા વરિષ્ઠ કરતા પણ વધુ સારું પ્રદર્શન આપી શકશો. વેપાર કરતા લોકોને મહેનત કરવાથી ફાયદો થશે. ઓટોમોબાઈલ સેક્ટર અથવા કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા લોકો માટે આ અઠવાડિયું વધુ ફાયદાકારક રહેશે. વેપારી વર્ગ માટે આ અઠવાડિયું ખૂબ મદદગાર સાબિત થશે. કામમાં તમારું ટેલેન્ટ વધશે. તમને મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે અને તે લોકો તમારા કામમાં મદદ પણ કરશે. તમે તમારા કોઈપણ શોખને આગળ વધારી શકશો. બેંક બેલેન્સ વધવાથી માનસિક ચિંતા ઓછી રહેશે. તમે કંઇક નવું શીખવાની ઈચ્છા રાખશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સખત મહેનત કરી શકશે, જેના કારણે તમને સારા પરિણામ મળશે. તમારા અંગત જીવનની વાત કરીએ તો વિવાહિત જીવનમાં ચિંતામાં વધારો થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી સાથે ખૂબ જ ચિડાઈને વર્તન કરશે. પ્રેમસંબંધોમાં હોય તેમને પ્રિયનો સંપૂર્ણ સહયોગ મળશે. વિજાતીય પાત્રોને આકર્ષવામાં તમે સફળ રહેશો. મુસાફરી માટે અઠવાડિયાની શરૂઆત સારી રહેશે.
મિથુનઃ સામાજિક અને પારિવારિક મોરચે વધુ ધ્યાન આપીને તેમજ મિત્રો અને આપ્તજનો વચ્ચે વધુ સમય વિતાવીને તમે આ સપ્તાહની શરૂઆત કરશો જેથી માનસિક પ્રફુલ્લિતા રહેશે. પરિવારમાં કેટલીક નવી વસ્તુઓ થશે અને કેટલીક ખાસ વાતો પર ચર્ચા થશે. ઘરનો માહોલ તમારા માટે પ્રેરક અને પ્રોત્સાહક રહેશે અને એકબીજામાં પ્રેમની લાગણી રહેશે, જેના કારણે તમે પણ હળવાશ અનુભવશો. ભવિષ્યમાં તેઓ કોઈ નવી યોજના અંગે પણ ચર્ચા કરી શકે છે. નોકરી માટે સમય સાનુકૂળ છે. ઓફિસમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે અને તમે તમારા કામમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેશો. ઉપરીઓ તમારા કામથી ખુશ થાય. વ્યવસાય કરતા લોકો તેમના વિકાસ બાબતે થોડા ચિંતિત રહી શકે છે અને તેથી તેઓ કંઈક નવું આયોજન કરશે, જેથી તે લોકો પાતાની વૃદ્ધિમાં વધુ વધારી શકશે. તમે વ્યવસાયમાં નવું રોકાણ કરવાનું પણ વિચારી શકો છો. પરિણીત લોકો તેમના ગૃહસ્થ જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જીવનસાથી થોડો અલગ મૂડમાં હશે અને તમને તેમનું વર્ચસ્વ અને ગુસ્સાવાળુ વર્તન તમને ગમશે નહીં. લવ લાઈફમાં થોડા પડકારો રહેશે માટે તમારે ખૂબ જ ધ્યાનથી ચાલવું પડશે. મુસાફરી માટે આ અઠવાડિયું સારું રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ બાબતે વધુ ગંભીર થશે અને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી શકશે.
કર્કઃ શરૂઆતમાં તમે ઉત્સાહથી છલકાતા જોવા મળશો અને દરેક કામ પૂરી તાકાતથી કરશો, જેનાથી મનમાં સકારાત્મકતા રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરનારા જાતકોએ તેમના કાર્યમાં તાકાત જાળવી રાખવા માટે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારા ઉપરીઓ સાથે સંબંધો સારા રહેશે, જેનાથી તમને નોકરીમાં આર્થિક લાભ સાથે બઢતી મળી શકે છે. તમને નવું અસાઇન્મેન્ટ આપવામાં આવી શકે છે. વ્યવસાય કરતા લોકો તેમના કામને આગળ વધારવા માટે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશે. પરણિત લોકોને જીવનસાથી જોડે તણાવ થઇ શકે છે. કદાચ તમારી વચ્ચે સુલેહ કરવા માટે સાસરિયાઓને મધ્યસ્થી કરવી પડે. પ્રેમ જીવન જીવતા લોકો જીવનનો આનંદ માણશે અને તે લોકો આ અઠવાડિયામાં ક્યાંક ફરવા જઈ શકે છે અને એકબીજા સાથે સારો સમય વિતાવશે. તમારા પરિવાર અને પ્રોફેશન વચ્ચે સંતુલન જળવાઇ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સખત મહેનતથી ભરેલું રહેશે. તમે અભ્યાસમાં આગળ વધી શકો તેના માટે પુરતા પ્રયત્ન કરશો કે. મુસાફરી માટે આ અઠવાડિયું સારું રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતો તમારું ધ્યાન ખેંચશે અને તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ડૉક્ટરનો સંપર્ક કરવો પડી શકે છે. ખાવા-પીવામાં ધ્યાન આપવું જરૂરી રહેશે.
સિંહ: આ અઠવાડિયામાં તમારે આર્થિક બાબતે સાચવીને ચાલવું પડશે. મર્યાદિત આવક વચ્ચે ખર્ચને પહોંચી વળવાનું હોવાથી જરૂર હોય ત્યાં અગાઉથી જોગવાઇ રાખવાની સલાહ છે. વિદેશ જવા માંગતા હોય તેમને આ અંગે સારા સમાચાર આવે અથવા વિદેશ પ્રવાસ થઇ શકે છે. તમે મોજશોખમાં ઘણા પૈસા ખર્ચીને કંઈક નવું કામ કરવાનો પ્રયાસ કરી શકો છો. તમારો ખર્ચામાં વધારો થઈ શકે છે, પરંતુ અઠવાડિયુંના મધ્યથી અંત સુધીનો સમય સારો રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. નોકરિયાત લોકોએ પોતાના કામમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. જો કે આ અઠવાડિયે તમારા બોસ તમારી પડખે ઉભા જોવા મળશે. વ્યવસાયમાં જોડાયેલા જાતકોએ ગુણવત્તા વધારવી પડશે અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારે તમારાં કામના સંબંધિત ઘણી મુસાફરી કરવી પડી શકે છે. તમે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોશો. વિવાહિત લોકોને ગૃહસ્થ જીવનમાં સુખનો અનુભવ થશે અને એકબીજાથી સરસ ટ્યુનિંગ થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને તેમના પ્રિયપાત્ર સમક્ષ દિલની વાત જણાવવાનું ખૂબ જ સરળ લાગશે અને આખી વાત કહ્યા પછી તેમના ચહેરા પર સંતોષનું સ્મિત જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારી બુદ્ધિનો વિકાસ કરી શકશો અને તમારું મનોબળ મજબૂત બનશે. અભ્યાસ પરની તમારી પકડ મજબૂત બનશે. મુસાફરી કરવા માટે અઠવાડિયાનો ઉત્તરાર્ધ બહેતર છે.
કન્યા: હવે તમારી આવકમાં વધારો થશે અને ખર્ચ અંકુશમાં આવશે જેથી સ્વાભાવિક રીતે તમારા દિલ અને દિમાગમાં ખુશી તેમજ નિરાંત રહેશે અને તમે ટેન્શન ફ્રી થઇને કેટલાક મોજશોખ, મનપસંદ વસ્તુઓની ખરીદી, લાંબાગાળાના રોકાણ વગેરે પર ખર્ચ કરી શકશો. વેપારી વર્ગ માટે સારો સમય છે. તમારો વ્યવસાય ઝડપી ગતિએ વધશે. ધંધામાં સફળતાના પતાકા ફરકશે, જે તમારા વિરોધીઓને સ્તબ્ધ કરી દેશે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે, પરંતુ કોઈ પણ મહિલા સાથે ફસાઈ જવાનું ટાળવું. નોકરીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમને બોસ સાથે કોઇ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવાની તક મળશે જેમાં બોસ પ્રભાવિત થશે. તમારા માટે પ્રમોશનનો માર્ગ ખુલ્લો થઇ શકે છે. ઓફિસમાં આંતરિક ખેંચતાણથી સતર્ક રહેવું. તમારા વિવાહિત જીવનમાં પ્રેમમાં વધારો થશે. પ્રેમ જીવન માટે આ સમય થોડો નબળો રહેશે. તમને તમારા મનની વાત કરવામાં થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે, પરંતુ તેને દૂર કરવાનો પ્રયાસ કરવો, તો જ તમે પ્રેમ જીવનનો આનંદ માણી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી મહેનત અને એકાગ્રતા વધારવાની ખાસ સલાહ થે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધારે ધ્યાન આપવું પડશે.
તુલા: અત્યાર સુધી તમે પ્રોફેશનલ મોરચે સારી મહેનત કરી હોવાથી તેના ફળ સ્વરૂપે હવે તમારી પાસે પૈસાની આવક વધશે. અઠવાડિયાના છેલ્લા દિવસોમાં તમારી આર્થિક સ્થિતિ થોડી સારી રહેશે. તમારી સાથે જે લોકો કામ કરે છે તેનાથી તમારે થોડું સાવધ રહેવું પડશે, તે લોકો તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે. વેપારમાં વિસ્તરણ અને નવી પ્રોડક્ટના લોન્ચિંગ માટે કરેલા પ્રયાસો સફળ થશે. માર્કેટિંગના કેમ્પેઇનથી ફાયદો થાય. તમારી જોખમ લેવાની વૃત્તિમાં વધારો થશે. તમને લોકો સાથે વાતચીત કરવાથી લાભ મળશે. તમારા મિત્રો તમારા કામમાં મદદરૂપ થશે. નોકરીમાં તમે પોતાના ટેલેન્ટ અને કામની ચોકસાઇથી સૌને ચોંકાવી દેશો અને કેટલાક ટાર્ગેટ સમય કરતાં વહેલાં પણ પૂરાં કરી શકશો. કામમાં સહકર્મી અને ટીમનો સહયોગ મળશે. વિવાહિત લોકોને તેમના જીવનસાથીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવવાને બદલે તેમની સાથે સમાધાન કરવાની સલાહ છે. પ્રેમ જીવનમાં સાનુકૂળતા રહેશે. તમારી વચ્ચે મુલાકાતોની પૂરી શક્યતા છે. એકબીજા સાથે એકલા સમય પસાર કરવાનો પ્રયાસ કરશો. વિદ્યાર્થીઓને ખરાબ મિત્રોની સોબત છોડવાની સલાહ છે અન્યથા તમારી કારકિર્દી પર ગંભીર અસર પડી શકે છે. તમારે હવે સખત મહેનત કરવાની છે એટલું યાદ રાખવું. શરૂઆતનો તબક્કો મુસાફરી માટે યોગ્ય છે.
વૃશ્ચિક: સંબંધોમાં સુખદ અનુભવ અને સારી આવક સાથે તમે અઠવાડિયાની શરૂઆ કરશો જેથી તમને ખુબ આનંદ મળશે. મધ્ય ચરણમાં ખર્ચમાં તીવ્ર વધારો થશે અને અઠવાડિયાના અંતિમ દિવસો સારા રહેશે. તમે તમારાં પોતાના સ્વાસ્થ્ય, દેખાવ અને મોજશોખ પર પણ ધ્યાન આપી શકશો. વ્યક્તિત્વમાં નિખાર આવશે અને તમે કોસ્મેટિક્સ તેમજ બ્યૂટી, સ્પા વગેરેમાં ખર્ચ કરી શકો છો. પ્રોફેશનલ મોરચે કાર્યમાં સફળતા મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને અન્ય લોકો કેટલાક જટિલ પ્રશ્નોના ઉકેલ માટે તમારી પાસે આશા રાખશે. સરકારી નોકરી કરતા જાતકોને તેમજ સરકારી કોન્ટ્રાક્ટ રાખતા લોકો અથવા કોઇપણ પ્રકારે સરકાર સાથે પ્રોફેશનલ હેતુથી જોડાયેલા હોય તેમને મોટો ફાયદો મળી શકે છે. રિયલ એસ્ટેટમાં પણ સારી તેજી રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં પરેશાનીઓ ઘણી હદ સુધી ઓછી થશે. પ્રેમ જીવનમાં હોય તેઓ લગ્ન માટે આગળ વધી શકે છે. તમારી વચ્ચે રોમાંસની સાથે હળવા ઝઘડા પણ થઇ શકે છે. તમને મિત્રોનો સહયોગ મળશે. પરિવારમાં ખુશી અને આનંદની લહેર રહેશે. તમને તમારાં સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. શરૂઆતના ચરણમાં નાની-મોટી મુસાફરી શક્ય બનશે. વિદ્યાર્થીઓ અભ્યાસનો આનંદ માણી શકશે.
ધન: દરેક મોરચે સફળતા અને કાર્યસિદ્ધિ સાથે તમને પ્રગતિની તકો મળશે. વિરોધી તમારી સામે કાવાદાવા કરવાનો પ્રયાસ કરે પરંતુ તેમના દરેક દાવ ઉંધા પડશે અને છેવટે તમને જ ફાયદો થશે. તમે આ અઠવાડિયે આર્થિક તેમજ સામાજિક રીતે પણ મજબૂત બનશો. તમારી હોંશિયારી અને તમારો ઝડપી પ્રતિભાવ તમારા વ્યાવસાયિક જીવનમાં કામ લાગશે. વેપારીઓ તેમના વેપારને ઉંચાઈઓ પર લઈ જશે. વ્યવસાયમાં કેટલાક નવા સોદા થાય, ભાગીદારી અથવા અન્ય કોઇ કરારો પર હસ્તાક્ષર થાય જે તમારા માટે લાંબાગાળે લાભદાયી રહેશે. નવા નવા લોકો સાથે થયેલી મુલાકાત તમને પ્રોફેશનલ મોરચે લાભ કરાવશે. વિવાહિતોને જીવનસાથી જોડે સારો તાલમેલ રહેશે અને તેમની ઉદાસી દૂર કરવામાં તમે સફળ રહેશો. તેમના માટે ગિફ્ટ ખરીદીને તમે તેમના ચહેરા પર સ્મિત લાવી શકશો. તમારાં વ્યક્તિત્વમાં અલગ જ પ્રકારનો પ્રભાવ રહેવાથી વિજાતીય પાત્રો આકર્ષિત થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ છે. તમે તમારા પ્રિય માટે ઘણું કરશો જે તેમને પણ ખૂબ ગમશે. મુસાફરી માટે સામાન્ય સપ્તાહ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ચડતી-પડતી હોવા છતાં સારું પ્રદર્શન કરી શકશે.
મકર: નોકરિયાત જાતકો આ સપ્તાહની શરૂઆતમાં કંઇક નવો વિચાર લાવીને અથવા મહત્વપૂર્ણ સૂચન આપીને પોતાની કારકિર્દી માટે પ્રગતિનો માર્ગ તૈયાર કરી શકશે. સહકર્મચારીઓ સાથે સારી રીતે વર્તન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. કેટલાક લોકોની સમસ્યાઓમાં તમે થોડા ભાવુક રહેશો. નોકરીમાં તમારા પ્રયત્નો સફળ થશે. વ્યાપાર કરતા લોકો મુસાફરી દ્વારા તેમના વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરી શકે છે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં તમે સફળતા મેળવો. અત્યારે ટેક્સ સંબંધિત કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. વિવાહિતો જીવનસાથીની વાત પર ધ્યાન આપીને તેમના દિલમાં ખાસ સ્થાન બનાવી શકશે. તમે તેમના માટે ગિફ્ટ લઇને વધુ પ્રેમ દર્શાવશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય થોડો સારો રહેશે, પરંતુ તેમ છતાં તમને તમારા પ્રિય સાથે તાલમેલ મેળવવામાં વધુ સમય લાગી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેમ છતાં ખાણી-પીણી પર ધ્યાન આપવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસ પર ધ્યાન આપવાનો પૂરો પ્રયાસ કરશે અને મન હળવું રાખવા માટે ડાન્સ, પેઇન્ટિંગ જેવી ઇતરપ્રવૃત્તિઓ પણ કરશે. મુસાફરી કરવા માટે સપ્તાહનું છેલ્લું ચરણ બહેતર છે.
કુંભ: આર્થિક મોરચે શરૂઆતમાં થોડા ખર્ચ આવી શકે છે જેમાં ખાસ કરીને મેડિકલ સંબંધિત ખર્ચ રહેશે માટે થોડી પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. અઠવાડિયાની મધ્યમાં તમારી પાસે પૈસા આવશે જે તમારી આર્થિક સ્થિતિ માટે સારા સમાચાર લાવશે. કામકામજમાં તમારો આત્મવિશ્વાસ વધશે. અઠવાડિયાના અંતિમ દિવસોમાં, તમે મુસાફરી કરવામાં થોડા વ્યસ્ત રહેશો અને કેટલાક ખાસ લોકો સાથે સંપર્ક કરશો, જે તમારા માટે ખૂબ લાભદાયી નીવડશે. નોકરિયાતોનું પરફોર્મન્સ નોંધનીય રહેશે અને માર્કેટિંગ, સેલ્સ વગેરેમાં જોડાયેલા હોય તેઓ પોતાના ટાર્ગેટ પૂરા કરી શકશે. કામકાજમાં તમારી વાણીનો પ્રભાવ તમને સફળતા અપાવશે. વેપાર કે નોકરીમાં મહેનત કરવામાં તમે પાછા નહીં પડો. દૂરના સ્થળેથી કોઇપણ પ્રકારે ફાયદો થઇ શકે છે. પરિવારમાં જીવનસાથી સાથે સારું ટ્યુનિંગ જાળવી રાખશો. પરણિત લોકોને સલા હછે કે, જીવનસાથી જોડે કોઇપણ પ્રકારની ગેરસમજ થાય તેવું વર્તન કે વાણીથી દૂર રહેવું. પ્રેમસંબંધો માટે ઘણો સારો સમય છે. તમે નવા સંબંધોની શરૂઆત થવાની પણ આશા રાખી શકો છો. મુસાફરી માટે સપ્તાહનો પ્રારંભિક તબક્કો સારો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટાઇમટેબલ ધ્યાનમાં રાખીને મહેનત કરવી પડશે અન્યથા પરિણામ પર ઘણી અસર પડશે.
મીન: જો આ સપ્તાહમાં તમે મની મેનેજમેન્ટનો મંત્ર શીખી જશો જો મર્યાદિત આવક વચ્ચે ઘણા ખર્ચને પહોંચી વળશો. આર્થિક સ્થિતિને સંતુલનમાં રાખશો તો બાકીના તમામ મોરચે તમે સારા રીતે સપ્તાહ પસાર કરશો. તબક્કાવાર તમારી આવક વધે અથવા આર્થિક લાભ થાય પરંતુ કોઇ જંગી ફાયદો થાય તેવી શક્યતા ઓછી છે. નોકરિયાતોને સહકર્મચારીઓ સાથે ટ્યુનિંગમાં સુધારો કરવા માટે થોડા વધુ પ્રયત્નો કરવા પડશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં આનંદની અનુભૂતિ કરશે અને પોતાના જીવનસાથી પાસેથી કેટલીક નવી કાર્યકારી બાબતો પણ જાણશે જે તમારા વ્યવસાયમાં અસરકારક રહેશે. તમે માત્ર ઉતવાળ અથવા મજાકમાં એવું કંઇ પણ ના બોલતા કે જેનાથી તમારા જીવનસાથીને મનદુઃખ થાય. પ્રેમ જીવન જીવતા હોય તેઓ પ્રિયપાત્ર સમક્ષ દિલ ખોલીને પ્રેમની અભિવ્યક્તિ કરશે. મુસાફરી કરવા માટે શરૂઆતના બે દિવસ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય નથી પરંતુ અતિ આત્મવિશ્વાસમાં આવીને ભણવાની ગતિ ધીમી ન કરતા અન્યથા પરીક્ષા આવે ત્યાં સુધીમાં અભ્યાસક્રમ અધૂરો રહી જશે. સ્વાસ્થ્ય બાબતે અત્યારે ખાસ ટેન્શન જેવું નથી પરંતુ ડાયાબિટિસની સમસ્યા હોય તેમણે અત્યારે ભોજન પર અંકુશ રાખવો પડશે.