ETV Bharat / bharat

અરુણાચલમાં અથડામણ મુદ્દે શાહનું નિવેદન- કોઈ એક ઈંચ જમીન પણ નહિ લઈ શકે - clash between Indian and Chinese soldiers

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી અથડામણને (clash between Indian and Chinese soldiers) લઈને સંસદમાં હોબાળો થયો હતો. જે મુદ્દે અમિત શાહે (amit Shah statement on clash in Arunachal Pradesh) જણાવ્યું હતું કે જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી કોઈ એક ઈંચ પણ જમીન કબજે કરી શકશે નહીં. કોંગ્રેસે પ્રશ્નકાળ ચાલવા દીધો નહીં. ચીનને લઈને કોંગ્રેસ બેવડું વર્તન કરી રહી છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી 1.38 કરોડ પૈસા મળ્યા હતા. કોંગ્રેસના શાસનમાં ચીને 1962માં હજારો એકર જમીન હડપ કરી હતી.

કોઈ એક ઈંચ જમીન પણ નહિ લઈ શકે - અમિત શાહ

author img

By

Published : Dec 13, 2022, 1:20 PM IST

Updated : Dec 13, 2022, 1:56 PM IST

જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી કોઈ પણ એક ઈંચ જમીન પણ નહિ લઈ શકે - શાહ

દિલ્હી: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી અથડામણને (clash between Indian and Chinese soldiers) લઈને સંસદમાં વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે. જે મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો. અમિત શાહે (amit Shah statement on clash in Arunachal Pradesh) સંસદની બહાર આવીને કહ્યું- કોંગ્રેસે પ્રશ્નકાળ ચાલવા દીધો નહીં. અમે તમને જવાબ આપવા કહ્યું હતું. તેમ છતાં તેઓએ સંસદનું કામકાજ થવા દીધું ન હતું.

શાહનો પડકાર: ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે તેમણે કહ્યું કે ચીન ભારતની એક ઇંચ જમીન પર કબજો કર્યો નથી. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય જવાનોએ વીરતા દેખાડીને ચીની સૈનિકોને પરત ધકેલ્યા. ચીનના સૈનિકો સામે ભારતીય સેનાએ વીરતા બતાવી. ચીનની ઘુસણખોરી બાદ તુરંત ભારતીય સેનાના જવાનોએ ચીની સેનાને પરત ખદેડી દીધી હતી. જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી કોઈ પણ એક ઈંચ જમીન પણ નહિ લઈ શકે.

કોંગ્રેસનું બેવડું વલણ: રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો પ્રશ્ન પ્રશ્નકાળ દરમિયાન મૂકવામાં આવ્યો હતો. તે ફાઉન્ડેશનને ચીન પાસેથી 1.38 કરોડ પૈસા મળ્યા હતા. કોંગ્રેસના શાસનમાં ચીને 1962માં હજારો એકર જમીન હડપ કરી હતી. આ મુદ્દે બોલતા ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે હું કહેવા માંગુ છું કે જનતાની સામે કોંગ્રેસ બેવડું વર્તન કરી રહી છે.

સંસદના બંને ગૃહોમાં હંગામો: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો ચાલી રહ્યો છે. કોંગ્રેસ, RJD, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી દળોએ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. બીજી તરફ પીએમ મોદીએ કેબિનેટની બેઠક પણ બોલાવી છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં રાજનાથે પોતાના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં વિદેશપ્રધાન એસ. જયશંકર, CDS લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સહિત તમામ અધિકારીઓએ માહિતી આપી હતી.

Last Updated : Dec 13, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.