- ચિત્તોડગઢના રેલવે સ્ટેશન પર નયનરમ્ય દ્રશ્ય
- રેલવે સ્ટેશન પર કંડારાયો છે ઇતિહાસ
- ચિત્રો જોઇને લોકોને મળે છે પ્રેરણા
ચિત્તોડગઢ: ઇતિહાસ પર છવાઇ ગયેલી સમયની ધૂળ, ચિત્તોડગઢ રેલવે સ્ટેશન પરથી હટી ગઇ છે. અહીંયાની દિવાલો પર અનોખા રંગોમાં ગૌરવશાળી ઇતિહાસની કથાઓ શ્વાસ લઇ રહી છે. આ ધરતી છે ચિત્તોડગઢની, વીર શિરોમણી મહારાણા પ્રતાપની, વિજય સ્તંભની, સમયના પાટા પર દોડતી ટ્રેન અહિંયા રોકાશે અને તે પોતાની આંખોથી આ ચિત્રોને જોશે. ચિત્તોડગઢના રેલવે સ્ટેશન પર બ્યુટિફીકેશન અભિયાન અંતર્ગત રંગોથી એવી સજાવટ કરવામાં આવી છે કે જેથી અહીંયાથી પસાર થતા યાત્રીઓ સમજી શકશે કે મેવાડની ધરતી પર કેવા કેવા વીરસપૂતોએ જન્મ લીધો છે. વેટિંગ હોલ હોય કે પછી પ્લેટફોર્મની દિવાલ હોય દરેક જગ્યાએ મેવાડના શોર્ય અને સ્વાભિમાન જોવા મળે છે. આ એ વાર્તાઓ છો. જે લોકોએ ફકત વાંચી છે આ અંગે ETVને જણાવ્યું હતું કે 'અમે લોકોએ મહારાણા પ્રતાપને ફક્ત પુસ્તકોમાં વાંચ્યા હતા. અહીંયાના ચિત્રો ખૂબ સુંદર છે. અહીંયા જોવા મળતી વાર્તાઓ મેં ફક્ત વાંચી હતી. ચિત્રો જોઇને મને આનંદ થાય છે'
વધુ વાંચો: જાતમહેનતથી આ લોકોએ બદલ્યું પોતાનું નસીબ
અહીંયા સ્ટેશનની એક પણ દિવાલ એવી નથી કે જ્યાં મેવાડની શૂરવીરતા અને લોકસંસ્કૃતિને પ્રદર્શિત ન કરતી હોય. મેવાડના ઇતિહાસનું દરેક પાત્રની અહીંયા એક અનોખી કથા કહે છે. પછી તે સ્વામીભક્ત ચેતક હોય કે પછી હાથી રામ પ્રસાદ. દાનવીર ભામાશાહ હોય કે રાજકુમાર માટે પોતાના દિકરાને બનવીરને સોંપનાર પન્ના દાઇ હોય, 80 ઘા વાળા રાણા સંગા હોય કે મેવાડની આન બચાવનાર જોહર કરનાર રાણી પદ્દમીની હોય. આ ભીંત ચિત્રો ભીલવાડાના એક ચિત્રકારે બનાવ્યા છે. જંક્શનના સ્ટેશન અધિક્ષક સુભાષ પુરોહિતે જણાવ્યું હતું કે "તેમની કલાથી ખૂશ થઇને રેલવેએ તેમને ઇમાન પણ આપ્યું હતું.". જે રીતે એક અનોખું દ્રશ્ય મેવાડના સ્ટેશન પર તૈયાર કરવામાં આવ્યું છે તેવું અન્ય જગ્યાએ પણ ઇતિહાસને ફરી એક વખત માણવાની તક લોકોને મળશે.
વધુ વાંચો: એવો પરીવાર જેમનો ઘરનો સભ્ય છે એક કાગડો