નવી દિલ્હીઃ કર્ણાટકના હિજાબ વિવાદમાં (Karnataka Hijab Controversy) નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra tweeted on hijab controversy) ટ્વીટ કર્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું કે, 'બિકીની હોય, બુરખો હોય, જીન્સની જોડી હોય કે હિજાબ હોય, તે શું પહેરવા માંગે છે તે નક્કી કરવાનો અધિકાર મહિલાનો છે. ભારતીય બંધારણમાં તેમને આ અધિકારની ખાતરી આપવામાં આવી છે.
-
Whether it is a bikini, a ghoonghat, a pair of jeans or a hijab, it is a woman’s right to decide what she wants to wear.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
This right is GUARANTEED by the Indian constitution. Stop harassing women. #ladkihoonladsaktihoon
">Whether it is a bikini, a ghoonghat, a pair of jeans or a hijab, it is a woman’s right to decide what she wants to wear.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022
This right is GUARANTEED by the Indian constitution. Stop harassing women. #ladkihoonladsaktihoonWhether it is a bikini, a ghoonghat, a pair of jeans or a hijab, it is a woman’s right to decide what she wants to wear.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022
This right is GUARANTEED by the Indian constitution. Stop harassing women. #ladkihoonladsaktihoon
હિજાબ વિવાદ વધુ ઘેરો બન્યો
કર્ણાટકમાં હિજાબનો વિવાદ સૌપ્રથમ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. જ્યારે ઉડુપી જિલ્લાની મહિલા સરકારી પ્રી-યુનિવર્સિટી કોલેજની 6 મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવા બદલ વર્ગોમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી 5 ફેબ્રુઆરીએ કર્ણાટક સરકારે આદેશ જારી કર્યો હતો કે, વિદ્યાર્થીઓએ કોલેજ વિકાસ સમિતિ અથવા કોલેજોના વહીવટી બોર્ડની અપીલ સમિતિ દ્વારા નિર્ધારિત ડ્રેસ પહેરવો પડશે. તેના પર ઘણી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પોતાનો બંધારણીય અધિકાર જણાવતા હિજાબ પહેરીને કોલેજ આવતી રહી હતી. તેના જવાબમાં હિન્દુ સંગઠનોના વિદ્યાર્થીઓ ભગવા ખેસ પહેરીને કોલેજમાં આવવા લાગ્યા હતા. રાજ્યની ઘણી કોલેજોમાં હિજાબ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. મંગળવારે ઉડુપી જિલ્લાના મણિપાલમાં મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજમાં તણાવ વધી ગયો જ્યારે કેસરી શાલ અને હિજાબ પહેરેલી છોકરીઓના બે જૂથોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો: Karnataka Hijab Controversy: હાઈકોર્ટે કહ્યું, ભાવનાથી નહીં અમે કાયદાથી ચાલીશું
વિવાદને કારણે કર્ણાટકમાં શાળા-કોલેજો ત્રણ દિવસ માટે બંધ
આ વિવાદને કારણે કર્ણાટકમાં શાળા-કોલેજો ત્રણ દિવસ માટે બંધ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સિદ્ધારમૈયાએ સરકારને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવા વિનંતી કરી હતી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વિદ્યાર્થિનીઓને સમર્થન આપ્યું હતું. એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિન્દુત્વવાદી ટોળા દ્વારા ભારે ઉશ્કેરણી છતાં ખૂબ હિંમત બતાવી છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો હતો કે, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા તેમનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો કે, દેશમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત સામાન્ય બની ગઈ છે અને વિવિધતાનું હવે સન્માન કરવામાં આવતું નથી.
આ પણ વાંચો: Hijab Controversy Karnataka : હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટ આજે ફરી કરશે સુનાવણી
"હિજાબ પર પ્રતિબંધ લગાવવો જોઈએ" : શિક્ષણ પ્રધાન ઈન્દર સિંહ પરમાર
બીજી તરફ ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશના શિક્ષણ પ્રધાન હિજાબ પર પ્રતિબંધના સમર્થનમાં સામે આવ્યા છે. મધ્યપ્રદેશના શાળા શિક્ષણ પ્રધાન ઈન્દર સિંહ પરમારે જણાવ્યું હતું કે, હિજાબ પહેરવેશનો ભાગ નથી તેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તમામ શાળાના વિદ્યાર્થીઓમાં સમાનતાની ભાવના સુનિશ્ચિત કરવા માટે મધ્યપ્રદેશની શાળાઓમાં 'ડ્રેસ કોડ' લાગુ કરવામાં આવશે.