ETV Bharat / bharat

બેકાબૂ ટેમ્પોએ ફૂટપાથ પર સૂઇ રહેલા 3ને કચડી નાખ્યા

નવી દિલ્હીના નિગમબોધ સ્મશાનગૃહ નજીક એક સ્કૂટર સવારને આઇસર ટેમ્પોએ ટક્કર મારી હતી. જેમાં બે ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એકનું મોત થયું છે. ઇજાગ્રસ્તોને ISBT ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા છે.

ટેમ્પોએ ફૂટપાથ પર સૂઇ રહેલા 3ને કચડી નાખ્યા

author img

By

Published : Mar 31, 2021, 10:31 AM IST

Updated : Mar 31, 2021, 12:38 PM IST

  • સ્મશાનગૃહ નજીક એક સ્કૂટર સવારને આઇસરે ટેમ્પોએ ટક્કર મારી
  • ટેમ્પોએ બેકાબૂ થઇને ફુટપાથ પર સૂતાં ત્રણ લોકોને કચડી નાખ્યા
  • ઇજાગ્રસ્તોને ISBT ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા

નવી દિલ્હી : રાજધાની નિગમબોધ સ્મશાનગૃહ નજીક એક સ્કૂટર સવારને હાઇ સ્પીડ આઇસર ટેમ્પોએ ટક્કર મારી હતી. આ ઘટના અનુસાર, આઇસર ટેમ્પોએ બેકાબૂ થઇને ફુટપાથ પર સૂતાં ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.

અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને બે લોકો ઇજાગ્રસ્ત

આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવા મળ્યું છે. મૃતકની ઓળખ સ્કૂટી સવાર બહરામ ખાન તરીકે થઈ છે. જે મટિયા મહેલ વિસ્તારનો રહેવાસી છે. તમામ ઇજાગ્રસ્તોને ISBT ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પોલીસ પેટ્રોલીંગ ટીમે તાત્કાલિક સ્થળ પરથી ડ્રાઇવર અતિક અમહદની ધરપકડ કરી ટેમ્પો ઝડપી લીધો હતો.

ANI ટ્વીટ
ANI ટ્વીટ
  • અકસ્માતની અન્ય ઘટનાઓ

સુરતના અકસ્માતમાં 10 ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

સુરતમાં પણ 3 મહિના પહેલા માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળ્યું હતું. ત્યારે 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત 5 મજૂરો હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ધટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જ્યારે અન્ય 10 ઇજાગ્રસ્તોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મજૂરોને કચડયા બાદ ડમ્પર ફૂટપાથની પાછળની બાજુ આવેલી દુકાનોમાં ઘુસી જતા પાંચ જેટલી દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી અને ડ્રાઇવર દારુ પીધેલી હાલતમાં હતો.

આ પણ વાંચો : સુરતના માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર સુતેલા મજૂરોને કચડયા, 15 મજૂરોના મોત

અમદાવાદમાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

અમદાવાદમાં 10 દિવસ પહેલા બગોદરા હાઈવે પર આવેલી બંસીધર હોટલ સામે ટ્રકચાલકે ટ્રકને રોડ ઉપર કોઈપણ જાતની આગળ પાછળ આડાસ વિના, પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના, આવતા જતા વાહનોને અડચણરૂપ તેમજ અકસ્માત થાય તે રીતે ઉભી રાખી હતી. જેને લીધે હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધટનામાં ધાનપુર તાલુકના દાહોદથી આ વિસ્તારના ઉમેદવારોએ કાઠિયાવાડમાં મજૂરીકામ કરતા મજૂરોને મતદાન કરાવવા માટે કારમાં લેવા માટે મોકલ્યા હતા. પરંતુ મજૂરો ત્યાં સુધી પહોંચે તે પહેલા તેમને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં 3ના મોત અને 3 ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો : બગોદરા હાઈવે નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણના મોત, 3 ઇજાગ્રસ્ત

રાજકોટમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી હતી

રાજકોટમાં 3 મહિના પહેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર બિલિયાળા ગામના પાટિયા પાસે કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહન વચ્ચે ટક્કર થતાં આગ ભડકી ઉઠી હતી. આ આગમાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા અને કારમાં સવાર ત્રણ મહિલા સળગીને ભડથું થઈ ગઈ હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ગોંડલ પાસે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ભભૂકી આગ, ત્રણ મહિલા બળીને ખાખ

આગ લાગતા 3 મહિલાઓ પણ બળીને ખાખ થઇ ગઇ હતી

રાજકોટમાં આગની જાણ નગરપાલિકાના ફાયર ફાઇટરોને થતા બન્ને ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પરંતુ આ સમય દરમિયાન બન્ને વાહનો અકસ્માત થતા આગ લાગતા બન્ને વાહન અને ત્રણ મહિલાઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અગનગોળો બનેલી કારમાં ગોંડલના ડેરા શેરીમાં રહેતા નિવૃત GEB કર્મચારી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભીખુભા જાડેજાના પત્ની રેખાબા સહિત અન્ય બે મહિલાઓના મોત થયા છે.

Last Updated : Mar 31, 2021, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.