- યુવકનું 'મેક ઇન ઇન્ડિયા'નું સ્વપ્ન દુ:ખદ રીતે સમાપ્ત
- ‘મુન્ના હેલિકોપ્ટર’ બનાવનાર શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખનું મૃત્યુ
- મુન્ના શેખે તેના ગેરેજમાં હેલિકોપ્ટર બનાવ્યું હતુ
મહારાષ્ટ્ર્ (Maharashtra): યુવકનું 'મેક ઇન ઇન્ડિયા'નું સ્વપ્ન મહારાષ્ટ્રના યવતમાલમાં દુ:ખદ રીતે સમાપ્ત થયું છે. પરીક્ષણ દરમિયાન ક્રેશ થયેલા ‘મુન્ના હેલિકોપ્ટર’ બનાવનાર શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખનું મૃત્યુ થયું હતું. યવતમાલ જિલ્લાના ફુલસાવંગી ગામના રહેવાસી શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્ના શેખે માત્ર 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ હેલિકોપ્ટર બનાવવાની ભાવના રાખી હતી. વ્યવસાયે વેલ્ડર હતા. 24 વર્ષીય મુન્ના શેખે તેના ગેરેજમાં હેલિકોપ્ટર બનાવ્યું હતુ. જેનું નામ તેમણે "મુન્ના હેલિકોપ્ટર" આપ્યું હતુ.
આ પણ વાંચો: મેક ઇન ઇન્ડિયા: રિયલમીએ Smart TVનું ઉત્પાદન શરૂ કર્યું, કંપનીએ જણાવી ખાસિયતો
સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર નજરધાએ જણાવ્યું
સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર નજરધાએ જણાવ્યું હતું કે, બહુ ભણેલા ન હોવા છતાં પણ મુન્નામાં પ્રતિભા હતી અને પોતાની કુશળતાથી તેમણે વિસ્તારનું નામ રોશન કર્યું હતું. લોકો તેમને પ્રેમથી 'રેંચો' કહેતા હતા. ધારાસભ્યના મંતવ્ય અનુસાર, મુન્ના શેખર દ્વારા બનાવેલા હેલિકોપ્ટરને જોવા માટે બેંગ્લોરથી નિષ્ણાતોની ટીમ પણ આવવાની હતી. આ જ ભાવનામાં, એક દિવસ પહેલા રાત્રે, તેણે હેલિકોપ્ટરની પરીક્ષણ ફ્લાઇટનો પ્રયાસ કર્યો હતો પરંતુ કમનસીબે એક અકસ્માત થયો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઈસ્માઈલના નિધનથી ઉમરખેડ વિધાનસભા ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.