ETV Bharat / bharat

Army Helicopter Crash: CDS બિપિન રાવત સહિત અન્ય 13 લોકોના નિધન - Army Helicopter Crash

કુન્નૂરના વેલિંગ્ટન આર્મી સેન્ટરમાં ટ્રેનિંગ દરમિયાન હોટલ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સેનાના હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા, જેમાથી 14 લોકોના નિધન થયા હતા. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. DNA પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતે વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ સાથે ઉડાન ભરી હતી. વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ 109 હેલિકોપ્ટર યુનિટના કમાન્ડિંગ ઓફિસર હતા.

તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
author img

By

Published : Dec 8, 2021, 1:31 PM IST

Updated : Dec 8, 2021, 6:42 PM IST

  • CDS બિપિન રાવતનું નિધન
  • હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની પણ હતા સવાર
  • આ ઘટનામાં 13 લોકોના નિધન પણ થયાં છે

ચેન્નાઈઃ દુર્ઘટનાગ્રસ્ત લશ્કરી હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિન સુલુર એરબેઝ પહોંચી રહ્યા છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ દિલ્હીમાં CDS રાવતના નિવાસસ્થાને પહોંચ્યા છે.

તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે

અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે. DNA પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતે વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ સાથે ઉડાન ભરી હતી. વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ 109 હેલિકોપ્ટર યુનિટના કમાન્ડિંગ ઓફિસર હતા.

તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ
તમિલનાડુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

14 લોકો સવાર હતા હેલિકોપ્ટરમાં

કુન્નુરના વેલિંગ્ટન આર્મી સેન્ટરમાં તાલીમ દરમિયાન હોટલની નજીક એક હેલિકોપ્ટર ક્રેશ(Army Helicopter Crash) થયું હતું. (આર્મી હેલિકોપ્ટર ક્રેશ). ક્રેશ થયેલ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત(Chief of Defence Staff Bipin Rawat) અને તેમની પત્ની સહિત સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. આ ઘટનામાં 13 લોકોના નિધન પણ થયાં છે.

મૃતદેહોને તમિલનાડુના વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યું અનુસાર CDS બિપિન રાવતને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. દુર્ઘટના સ્થળેથી મળી આવેલા મૃતદેહોને તમિલનાડુના વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સેના દ્વારા દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં હાજર નવ લોકોના નામ જાહેર કરવામાં આવ્યા

  • જનરલ બિપિન રાવત (CDS)
  • મધુલિકા રાવત (બિપિન રાવતની પત્ની)
  • બ્રિગેડિયર એલ.એસ.ઉદ્દારલે
  • કર્નલ હરજિન્દર સિંહ
  • એન કે ગુરુસેવક સિંહ
  • એન કે જીતેન્દ્ર કુમાર
  • લન્સ નાઈક વિવેક કુમાર
  • લન્સ નાઈક બી સાંઈ તેજ
  • હવલદાર સતપાલ

અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા

સ્થાનિક સૈન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, 80 ટકા દાઝી ગયેલા બે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા છે. દુર્ઘટનાના વિસ્તારમાં કેટલાક મૃતદેહો ઉતાર પર જોઈ શકાય છે. મૃતદેહોને શોધવા અને ઓળખની તપાસ ચાલુ છે. આ દુર્ઘટના ભારે ધુમ્મસના કારણે બની હોવાનું સામે આવી રહ્યું છે. ભારતીય વાયુસેનાના નિવેદન અનુસાર, CDS જનરલ બિપિન રાવત સાથેનું IAF Mi-17V5 હેલિકોપ્ટર આજે બુધવારે તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Last Updated : Dec 8, 2021, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.