ETV Bharat / bharat

ઇઝરાયેલ એમ્બેસીમાં દિલ્હીના હેડ કોન્સ્ટેબલનું શંકાસ્પદ મૃત્યુ

રાજધાનીમાં ઇઝરાયેલ એમ્બેસીમાં પોસ્ટેડ હેડ કોન્સ્ટેબલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયાનું સામે આવ્યુ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. (Head constable dies under suspicious circumstances )

head constable posted in israel embassy died

author img

By

Published : Jan 4, 2023, 7:32 PM IST

નવી દિલ્હી: રાજધાનીમાં ઇઝરાયેલ એમ્બેસીમાં પોસ્ટેડ દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું (Head constable dies under suspicious circumstances ). મૃતકની ઓળખ અશોક કુમાર તરીકે થઈ છે. પોલીસને ઘટનાસ્થળેથી એક બંદૂક મળી આવી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હેડ કોન્સ્ટેબલ વસંત વિહારમાં ઇઝરાયેલ એમ્બેસીના રહેણાંક સંકુલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં વધુ એક યુવતી બની ભોગ: બ્રેકઅપથી નારાજ પ્રેમીએ ચાકુ મારી દીધુ

ઘટના વસંત વિહારની છે, અધિકારીઓએ જણાવ્યું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તે જ સમયે, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે હેડ કોન્સ્ટેબલના ઘરમાં ઝઘડો થયો હતો. જ્યાં ઈઝરાયેલ એમ્બેસીના કેટલાક અધિકારીઓ રહે છે. કોન્સ્ટેબલ એ જ કેમ્પસની અંદર એક રૂમમાં એકલો રહેતો હતો. 4 ડિસેમ્બરની સવારે તેના રૂમમાંથી ગોળીબારનો અવાજ આવ્યો હતો.જ્યારે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી ત્યારે દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચી અને જોયું કે અશોકના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. દિલ્હી પોલીસની ટીમ કાચ તોડીને અંદર પહોંચી.અશોક નામનો આ કોન્સ્ટેબલ દિલ્હી પોલીસની સુરક્ષામાં હતો. (head constable posted in israel embassy died)

આ પણ વાંચો: ઈન્ડિયા ગેટ પાસે જગ્યાના ઝઘડામાં સુરક્ષાકર્મી જ બન્યો ભોગ

જેની ડ્યુટી વસંત વિહારમાં રહેતા ઈઝરાયેલ એમ્બેસીના અધિકારીઓ સાથે હતી. દિલ્હી પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. જો કે, દક્ષિણ પશ્ચિમ જિલ્લાના ડીસીપીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં આ આત્મહત્યા હોવાનું જણાય છે અને કોન્સ્ટેબલ અશોક કોઈ પારિવારિક કારણથી નારાજ હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું. આ સમગ્ર મામલો દિલ્હી પોલીસ અને ઈઝરાયેલ એમ્બેસી સાથે સંબંધિત હોવાથી પોલીસ આ સમગ્ર ઘટનાની ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.