- હરિયાણા સરકારે લોકડાઉનને બે અઠવાડિયા માટે વધારી દીધું છેટ
- સરકાર તરફથી લોકોને વધૂ છૂટ લોકડાઉનમાં આપવામાં આવી છે
- રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 675 થઈ ગઈ છે
ચંદીગઢ: હરિયાણા સરકારે રવિવારે લોકડાઉન(haryana lockdown extended)ને 6 સપ્ટેમ્બર સુધી બે અઠવાડિયા માટે વધારી દીધુ છે. રવિવારે જારી કરાયેલા દિશાનિર્દેશ મુજબ હરિયાણામાં લોકડાઉન 6 સપ્ટેમ્બર સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહેશે. જો કે, સરકાર તરફથી લોકોને વધૂ છૂટ લોકડાઉનમાં આપવામાં આવી છે.
આ પણ વાંચો-કોરોનાનો માત્ર એક જ કેસ મળ્યા બાદ ન્યૂઝીલેન્ડે દેશભરમાં લાદ્યું લોકડાઉન
છેલ્લી વખતના આદેશોમાં આપવામાં આવેલી છૂટ પણ ચાલુ રહેશે
તમને જણાવી દઈએ કે છેલ્લી વખતના આદેશોમાં આપવામાં આવેલી છૂટ પણ ચાલુ રહેશે. 8 ઓગસ્ટના રોજ સરકારની માર્ગદર્શિકા મુજબ, સમય પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. આ સાથે રાત્રી કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવ્યો હતો.
શરતો સાથે આપવામાં આવી છૂટ
- હોટલ, મોલ સહિત રેસ્ટોરન્ટ્સ અને બાર 50 ટકા બેઠક ક્ષમતા સાથે કાર્યરત થશે.
- સ્પાને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી છે.
- તમામ દુકાનો અને મોલ ખોલવાની મંજૂરી છે.
- જીમને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી છે.
- 50 ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ પણ ખોલી શકાશે.
- સ્વિમિંગ પૂલ ખોલવાની પરવાનગી પણ આપવામાં આવી છે, પરંતુ ત્યાં જનારા લોકો માટે રસી લેવી ફરજિયાત છે.
- લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ સાથે ભેગા થવાની મંજૂરી છે.
- ખુલ્લી જગ્યાઓ પર યોજાયેલા કાર્યક્રમોમાં 200 વ્યક્તિઓ ભેગા થઇ શકે છે.
- ધાર્મિક સ્થળોને એક સમયે 50 લોકો સાથે ખોલવાની મંજૂરી છે.
- કોર્પોરેટ કચેરીઓને સંપૂર્ણ હાજરી સાથે ખોલવાની મંજૂરી છે. કોચિંગ સંસ્થાઓ, પુસ્તકાલયો અને તાલીમ સંસ્થાઓ (ભલે સરકારી હોય કે ખાનગી) ને પણ ખોલવાની મંજૂરી છે.
આ પણ વાંચો- શ્રીલંકામાં 10 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન, જાણો શા માટે...
રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે
જો આપણે હરિયાણામાં કોરોના વિશે વાત કરીએ, તો રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. શનિવારે, હરિયાણામાંથી 19 નવા દર્દીઓ (haryana new corona positive case) નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય દર્દીઓ(haryana active cases) ની સંખ્યા ઘટીને 675 થઈ ગઈ છે. તે જ સમયે, હરિયાણાનો રિકવરી રેટ (haryana corona recovery rate)98.66 ટકા છે.