- ગુરુવારથી શરૂ થયેલો હરિદ્વાર મહાકુંભ 30 એપ્રિલ સુધી ચાલશે
- 11 માર્ચે મહાશિવરાત્રિના દિવસે કરાયું હતું પહેલું શાહી સ્નાન
- સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો મહિમા
આ પણ વાંચોઃ ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
ઉત્તરાખંડઃ દેવભૂમિ ઉત્તરાખંડમાં ગુરુવારથી મહાપર્વની શરૂઆત થઈ રહી છે. હરિદ્વારમાં 1 એપ્રિલથી શરૂ થનારો કુંભ મેળો 30 એપ્રિલ સુધી ચાલશે. કુંભ મેળાના દિવ્યતા અને ભવ્યતા માટે હરિદ્વારમાં ખાસ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.
પહેલું શાહી સ્નાન 11 માર્ચે મહાશિવરાત્રિએ થયું હતું
આમ તો હરિદ્વાર કુંભ મેળાની ઔપચારિક શરૂઆત 1 એપ્રિલથી થઈ રહી છે. જ્યારે પહેલું શાહી સ્નાન 11 માર્ચે મહાશિવરાત્રિના દિવસે થઈ ગયું છે. પવિત્ર ગંગા નદી શિવની જટાઓમાં સમાયેલી છે. આ માટે મહાશિવરાત્રિના દિવસે પવિત્ર ગંગામાં સ્નાન કરવાનું ધાર્મિક અને આધ્યાત્મિક ઘણું મહત્વ છે.
આ પણ વાંચોઃ મહાકુંભ 2021ઃ રાજવી વૈભવ સાથે આજે યોજાશે નિરંજની અખાડાની ભવ્ય પેશવાઈ
બીજુ શાહી 12 એપ્રિલે સોમવતી અમાસનું સ્નાન થશે
હરિદ્વાર કુંભનું બીજુ શાહી સ્નાન પહેલા સ્નાનના 1 મહિના પછી 12 એપ્રિલ સોમવારે સોમવતી અમાસના દિવસે થશે. આમેય અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાનનું વિશેષ મહત્વ મનાય છે. સોમવારે થનારી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે.
ત્રીજુ શાહી સ્નાન 14 એપ્રિલ મેષ સંક્રાંતિ અને વૈશાખીના દિવસે થશે
હરિદ્વાર કુંભનું ત્રીજુ શાહી સ્નાન 14 એપ્રિલ બુધવારે મેષ સંક્રાંતિના દિવસે થશે. આ દિવસે વૈશાખી પણ છે. એવી માન્યતા છે કે, મેષ સંક્રાંતિના દિવસે ગંગાનું જળ અમૃત બની જાય છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનના તમામ પાપ ધોવાઈ જાય છે.
ચોથુ શાહી સ્નાન 27 એપ્રિલે ચૈત્ર પૂર્ણિમાના દિવસે થશે
હરિદ્વાર કુંભના ચોથા દિવસે છેલ્લુ અને ચોથુ શાહી સ્નાન ચૈત્રના મહિનામાં પૂર્ણિમાના દિવસે થશે. આને શાહી સ્નાનના સૌથી મહત્વના દિવસોમાંથી એક ગણાય છે. એટલે જ આ દિવસને અમૃત યોગના નામથી પણ ઓળખવામાં આવે છે.