વોશિંગ્ટનઃ પેલેસ્ટાઈની આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઈઝરાયલના દક્ષિણ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ઓછામાં ઓછા 700 લોકોના મૃત્યુ થયા છે તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઘાયલ થયા છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સત્તાવાર જાહેર કર્યુ છે કે આ યુદ્ધમાં 11 અમેરિકન નાગરિકોના મૃત્યુ થયા છે.
-
Let there be no mistake: the United States stands with the State of Israel. pic.twitter.com/lRbPLflhzc
— Joe Biden (@JoeBiden) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let there be no mistake: the United States stands with the State of Israel. pic.twitter.com/lRbPLflhzc
— Joe Biden (@JoeBiden) October 7, 2023Let there be no mistake: the United States stands with the State of Israel. pic.twitter.com/lRbPLflhzc
— Joe Biden (@JoeBiden) October 7, 2023
જો બાઈડનનું નિવેદનઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્હાઈટ હાઉસ ખાતેથી ઈઝરાયલ હમાસ યુદ્ધ સંદર્ભે નિવેદન આપ્યું છે. બાઈડન જણાવે છે કે આ યુદ્ધમાં એવા અમેરિકન નાગરિકો માર્યા ગયા છે જેમને ઈઝરાયલની નાગરિકતા પ્રાપ્ત કરી હતી. બાઈડેને અમેરિકાના નાગરિકોની સુરક્ષા પર બોલતા જણાવ્યું કે, દેશ હોય કે વિદેશ અમારા માટે નાગરિકોની સુરક્ષા સૌથી મહત્વની છે. બાઈડને હમાસ આતંકવાદીઓ દ્વારા બંદી બનાવેલા નાગરિકોમાં અમેરિકન્સ હોવાની પણ સંભાવના જાહેર કરી છે. ઈઝરાયલ અધિકારીઓને અમેરિકા તરફથી દરેક પ્રકારની સહાયતા પૂરી પાડવાની બાંહેધરી પણ બાઈડને આપી છે. ઈઝરાયલ પર હમાસે જે આતંકવાદી હુમલો કર્યો છે તેની અમેરિકન રાષ્ટ્રપતિએ નિંદા કરી છે.
-
#WATCH | Explosions rock Gaza after Israel airstrikes, following Hamas' attack on Israel.
— ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video: Reuters) pic.twitter.com/ishnovMFq3
">#WATCH | Explosions rock Gaza after Israel airstrikes, following Hamas' attack on Israel.
— ANI (@ANI) October 9, 2023
(Video: Reuters) pic.twitter.com/ishnovMFq3#WATCH | Explosions rock Gaza after Israel airstrikes, following Hamas' attack on Israel.
— ANI (@ANI) October 9, 2023
(Video: Reuters) pic.twitter.com/ishnovMFq3
રિપબ્લિકન પાર્ટીનું નિવેદનઃ ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીના નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી સહિત અનેક પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકાના નેતાઓએ હમાસના આતંકવાદી હુમલામાં સેંકડો નાગરિકોના મૃત્યુ બાદ ઈઝરાયલને સમર્થન આપ્યું છે. હેલીએ એનબીસી ન્યૂઝને હેલીએ જણાવ્યું કે હમાસ અને તેનું સમર્થન કરી રહેલ ઈરાન સરકાર "ઈઝરાયલનો ખાત્મો, અમેરિકાનો ખાત્મો" આવો સુત્રોચ્ચાર કરતા હતા. અમે ઈઝરાયલની સાથે છીએ કારણ કે હમાસ, હિજબુલ્લા, હૂતી અને ઈરાન સમર્થક અમેરિકાની નફરત કરે છે.
નિક્કી હેલીનો નેતન્યાહુને સંદેશઃ ઈઝરાયલ સાથે જે પણ થયું તે અમેરિકા સાથે પણ થઈ શકે છે. આશા છે કે આપણે સૌ ઈઝરાયલ સાથે ઊભા રહીએ કારણ કે ઈઝરાયલને હકીકતમાં અત્યારે આપણી જરૂર છે. હેલીએ એક્સ હેન્ડલ પર ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહુને હમાસનો ખાત્મો કરવા જણાવ્યું છે. હમાસ પેલેસ્ટાઈની આતંકવાદી સંગઠન છે જે 2007થી ગાઝા પટ્ટીમાં શાસન ચલાવી રહ્યું છે.
અમેરિકા લાપરવાહ નહીં રહેઃ ગાઝા પટ્ટીની વસ્તી અંદાજિત 23 લાખની આસપાસ છે. આ ઈઝરાયલ, ઈજિપ્ત અને ભૂમધ્યસાગરથી ઘેરાયલે 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો વિસ્તાર છે. રિપબ્લિકન પાર્ટી તરફથી વિવેક રામાસ્વામીએ ઈઝરાયલ પર થયેલા હમાસ હુમલાને લીધે અમેરિકાને ખાસ શીખામણ મળી છે કે પોતાની સરહદોને લઈને લાપરવાહ ન રહી શકાય.