ગુજરાતના ખેડૂતો સોયાબીનની ખેતી શીખવા આવ્યાં ઇન્દોર
મગફળીમાં ફૂગનું મોટું નુકસાન,હવે સોયાબીન ઉગાડીશુંઃ ખેડૂતો
સાબરકાઠાંના 16 ખેડૂતો મધ્યપ્રદેશના ગૌતમપુરાના ચિત્તૌડા ગામમાં આવ્યાં
ઇન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના ગૌતમપુરાનગરના ચિત્તૌડા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલના ઘેર ગુજરાતના ખેડૂતો આવ્યાં છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના અહમદપુરા, ક્ષત્રીસા અને ગોરાકિમ્બા ગામના 16 ખેડૂતો ભરત પટેલને ત્યાં પોતાના વાહનો લઇને પહોંચ્યાં હતાં. આ ખેડૂતોએ જણાવ્યું કે ગુજરાતમાં મોટાભાગે મગફળીની ખેતી કરે છે. જેમાં બે-ત્રણ વર્ષથી ફૂગનો રોગ આવી જવાથી મગફળીનું સારું ઉત્પાદન થઈ રહ્યું નથી. તેમાં છેવટે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તો મકાઈ અને અડદને ભૂંડ અને નીલગાય ખૂબ નુકસાન કરી રહ્યાં છે.
મધ્યપ્રદેશમાં સોયાબીનની સારી ખેતી થાય છે
મધ્યપ્રદેશમાં સોયાબીનની સારી ખેતી થઈ રહી છે. તેની આ ખેડૂતોને કુટુંબીઓ દ્વારા જાણ થઇ હતી. સોયાબીનની ઇન્દોરમાં સારી ખેતી થાય છે તેની જાણકારી લઇને અમે અહીં ભરત પટેલ અને બીજા ખેડૂતોને મળવા પહોંચી ગયાં. અમારા ત્યાં પણ સોયાબીન પાક લઇએ છીએ પણ અહીંના જેવી વૈવિધ્યતા નથી. ઇન્દોર જિલ્લામાં અમે 10 ખેડૂતો પાસેથી ખેતીની જાણકારી લીધી પરંતુ ચિત્તૌડા ગામના ભરત પટેલે અમને વધુ સારી જાણકારી આપી.
સોયાબીન વાવણીની પદ્ધતિ વખાણી
ખેડૂતોએ જણાવ્યું કે મધ્યપ્રદેશમાં સોયાબીનની વેરાયટી સારી છે અને તેને વાવવાની પદ્ધતિ પણ સારી છે. હવે તેઓ પણ આ રીતે જ પોતાના ખેતરમાં સોયાબીનની વાવણી કરશે.ખેડૂત નિતીન પટેલે જણાવ્યું કે અમે ઇન્દોરના કૃષિ સંશોધન કેન્દ્રની પણ મુલાકાત લીધી છે અને સોયાબીનના પાક માટે વધુ જાણકારી મેળવી છે.
આ પણ વાંચોઃ એક જ ખેતરમાં 17 પાકનું કર્યું ઉત્પાદન, ખેડૂતની જૂબાનીએ ખેતીની સફળ કહાની...
આ પણ વાંચોઃ ખેડામાં અતિવૃષ્ટિને કારણે સોયાબીન પકવતા ખેડૂતો બેહાલ