ETV Bharat / bharat

મુંબઈમાંથી 4 કરોડનું હેરોઈન જપ્ત, ગુજરાતના વ્યક્તિની ધરપકડ કરાઈ

NCBના એક અધિકારીએ જાણકારી આપી હતી કે, મુંબઈ એરપોર્ટ નજીકના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 4 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત (Heroin Seized) કરવાના મામલે ગુજરાતમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

હેરોઈન જપ્ત મામલે ગુજરાતના વ્યક્તિની ધરપકડ

author img

By

Published : Nov 4, 2021, 7:44 PM IST

  • NCB દ્વારા 4 કરોડનુ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું
  • કૃષ્ણ મુરારી પ્રસાદને મુંબઇ બોલાવવામાં આવ્યો હતો
  • પ્રસાદની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી

મુંબઈ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈ એરપોર્ટ નજીકના કાર્ગો પરિસરમાંથી 4 કરોડના હેરોઈનના (Heroin Seized) જપ્તીના સંદર્ભમાં ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરી છે. NCB અધિકારીઓએ એક પેકેટમાં 700 ગ્રામ સફેદ પાવડર જપ્ત કર્યો હતો.

  • NCB Mumbai seized 700 g of off white powder purported to be heroin, valued at Rs 4 cr, at Conference Hall, Int'l Courier Terminal Sahar Cargo Complex, Mumbai from Courier Parcel. Consignee's statement recorded y'day at Vadodara. His interrogation is on at Mumbai office today: NCB

    — ANI (@ANI) November 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

700 ગ્રામ સફેદ પાવડર જપ્ત

અધિકારીએ જણાવ્યું હતું કે, NCBના પ્રાદેશિક એકમને મુંબઈના સહાર ખાતેના ઈન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર એક પાર્સલમાં માદક દ્રવ્યોની દાણચોરીની માહિતી મળી હતી. આ બાદ સોમવારે કોન્ફરન્સ હોલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જ્યાં NCB અધિકારીઓએ એક પેકેટમાં 700 ગ્રામ સફેદ પાવડર જપ્ત કર્યો હતો, જે હેરોઈન હોવાનું સામે આવ્યું હતું અને તેની કિંમત 4 કરોડ રૂપિયા હોવાનું અધિકારીઓ દ્વારા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી

તેમણે વધુમાં કહ્યું કે, આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને ગુજરાતના વડોદરાના રહેવાસી કૃષ્ણ મુરારી પ્રસાદને તેમનું નિવેદન નોંધવા માટે ગુરુવારે મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, પ્રસાદની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.