ભાવનગરઃ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ જે તે પક્ષમાં હોય ત્યારે પોતાના સમાજને એ સાથે જોડવા માટે પ્રયાસ કરી છે. પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા પહેલી વખત એવું જોવા મળ્યું છે કે, કોઈ સમાજના સંમેલન ટિકિટ માટે દબાણ કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોઈ પ્રચાર હેતું આવે કે, જ્ઞાતિના કોઈ વિકાસકામ હેતું આવે એટલે યુવાનો જે તે પક્ષમાં જોડાય છે. પણ આ વખતે પાટણથી લઈને પાલિતાણા સુધી દરેક સમાજના જ્ઞાતિ સંમેલનો યોજાયા છે. જેમાં જે તે પક્ષ પાસે ધારાસભ્ય માટેની ટિકિટ માંગવામાં આવી છે. ખાસ કરીને જ્યારે કોઈ મોટાનેતા આવવાના હોય ત્યારે આ પ્રકારનું વલણ જોવા મળે છે. ભાવનગરની વાત કરવામાં આવે તો અહીં દલિત અને કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે. એક આખા વિસ્તારમાં એમની અસર જોવા મળી છે.
સમાજના સમેલનો થઇ રહ્યા છે : સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, ચૂંટણી પહેલા તમામ જગ્યાઓ પર સમાજના સંમેલનો થવા લાગે છે. આ સંમેલનોમાં સમાજના લોકો જોડાય છે, અને વાતો કરવામાં આવે છે, કે છેલ્લા 20 વર્ષોમાં સમાજને શું ફાયદો થયો છે. સમાજના આગેવાનો આ વિચાર વિમશ પર આગળની રણનીતી બનાવે છે, કે આગળનો વિકાસ કઇ રીતે પૂરો કરવો. આ જરૂરીઆતો માટે સમાજની આવશ્યકતાઓની કઇ રીતે પૂર્ણ કરવી, તે કામ માટે રાજનીતીમાં સમાજના કયા વ્યક્તિને લાવવો તેના પર ભાર મૂકવામાં આવે છે. આવા સંમેલનો સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વઘારે થયા છે. ગુજરાતમાં કહેવાતું આવ્યું છે કે 1996 બાદ જ્ઞાતિનું રાજકારણ રમાઈ રહ્યું છે. ભાજપે વિકાસના નામે રાજનીતિ શરૂ કરીને એક સમયે જ્ઞાતિનું રાજકારણ નહીં હોવાની જાહેરમાં કબૂલાત કરી છે.
ચૂંટણી ટાણે સમાજોનું સંમેલન અને માંગ કેમ અને શું અસર : ભાવનગરમાં હાલમાં નાના સમાજો અને સૌથી મોટા સમાજે સંમેલન કરી લીધા છે. કોળી સમાજે પણ સંમેલન રાજ્ય કક્ષાનું કર્યું છે અને રાગ એકજ ભર્યો છે કે દરેક પક્ષ તેમને ટીકીટ આપી સમાજનું સન્માન કરે. ત્યારબાદ રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે સંમેલન 10 વર્ષ પછી ટીકીટ માંગણી સાથે કર્યું છે. જો કે ભાજપમાં ઘણા વર્ષોથી ધારાસભા ટીકીટ મળી નથી. ભાજપ મહાનગરપાલિકા અને પંચાયતમાં સમાજને સાચવી લેતી રહી છે. પરંતુ વિધાન સભાની ઉઠેલી માંગ હવે દરેક પક્ષ માટે મૂંઝવણમાં જરૂર મૂકે છે. કારણ કે રાજપૂત અને ક્ષત્રિય બંનેના સમાજના મતદારો 1 લાખ સુધી પોહચી જાય છે. જો કે આ મામલે રાજકીય વિશ્લેષક જયેશ શુકલે જણાવ્યું હતું કે, આજદિવસ સુધી વિધાનસભામાં નિરીક્ષકો આવે પરંતુ ટીકીટ બીજાને મળી જાય છે અને તે પ્રથમ,બીજો કે ત્રીજા નમ્બરના સમાજના ઉમેદવાર જ હોય છે. એટલે જ્ઞાતિ આધારિત જ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. પછી એક બહુમતી જ્ઞાતિના બે ઉમેદવાર એક પક્ષના ઉમેદવાર હોઈ તો પ્રતિષ્ઠા, કારકિર્દી, સમાજમાં પકડ વગેરે જોઈને ટીકીટ નક્કી થતી હોય છે.
ભાવનગરનું જ્ઞાતિવાદી સમીકરણઃ ભાવનગરમાં સૌથી વધારે ત્રણ સમાજની વસ્તી છે. જેમાં દલિત, કોળી અને ક્ષત્રિય સમાજનો સમાવેશ થાય છે. કોળી સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, આહીર સમાજ, લઘુમતી સમાજ, દલિત સમાજ, રાજપૂત સમાજ, ભરવાડ સમાજ, વણિક જૈન સમાજ અન્ય નાના સમાજો મળીને કુલ 14,11,134થી વધારે મતદારો બન્યા છે. પણ સૌથી વધારે દબદબો દલિત અને કોળી સમાજ ધરાવતી બેઠકો પર જોવા મળ્યો છે. જોકે હકીકત એવી પણ છે કે, બ્રાહ્મણ, કોળી, ભરવાડ, ક્ષત્રિય, વણિક, દલિત તેમજ પશુપાલક સમાજના સમયાંતરે સંમેલનો થયેલા છે. ભાવનગરના જ્ઞાતિવાદી સમીકરણની તાસીર એવી રહી છે કે, જે સમાજની વસ્તી વધારે એના કોઈ વ્યક્તિ જે તે પક્ષમાં હોય એને સીધો ફાયદો થયો છે. અત્યાર સુધી આવું બનતું હતું. પરંતુ, હવે આખો સમાજ પક્ષ પાસેથી કોઈ ચોક્કસ વ્યક્તિઓ માટે ટિકિટ માગે છે. આ પાછળનું કારણ જ્ઞાતિવાદ તો છે જ. પણ ઘણા લોકો રાજકીય રીતે સક્રિય ન હોવા છતાં સંસ્થાના માધ્યમથી કામ કરતા હોય છે. જેમ કે, પટેલ સમાજની સંસ્થા. જેમાં પછી સમાજના વિકાસ માટે પણ મોટા કામ થાય છે. પણ સમાજના જે તે વ્યક્તિના સત્તા કે પદ મળે તો સમાજની મજબુતી વધારે ઉપસે છે. જેમ કે, કોળી સમાજ અહીં મોટો મનાય છે. પણ અસર છેક જસદણ સુધી થયેલી છે. જે તે સમયે કુંવરજીભાઈ બાવળીયા દલિતો અને કોળીના મતથી આગળ આવેલા.
ટિકિટનો મુદ્દો અને સમાજઃ મતદારો જે સમાજના વધુ છે. એ સમાજને પ્રાધાન્ય મળે છે. ઘણી વખત બીજા અને ત્રીજા સમાજને સાથે રાખવા બેઠકો થતી હોય છે. જેમાં જે તે સમર્થન મળે તો પણ જે તે ઉમેદવારને સીધો ફાયદો થાય છે. પણ આવું ત્યારે જ બને છે જ્યારે સમાજનો કોઈ મોભી જે તે પક્ષ કે સરકારના પદ પર હોય. જેમ કે, પરસોત્તમ સોલંકી. જે સમાજના મતદારનો ઉમેદવાર મોટો અને જાણીતો હોય તો જીત મેળવવા સરળતા રહે છે. વિપક્ષ બેઠકમાં મતદારોની સંખ્યામાં બીજો નમ્બર કે ત્રીજા કે ચોથા નંબર હોય તો બરોબરની ટક્કર જોવા મળે છે. બે કે ત્રણ સમાજમાં પ્રભુત્વ ધરાવનાર અને લોકોમાં પ્રિય હોય તેવા વ્યક્તિને ઉમેદવાર નક્કી કરતો હોય છે. ટિકિટ તો જ્ઞાતિના આધારે ઉમેદવારની નક્કી થાય છે. ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ હોવાથી વધુ બેઠકો પર કોળી સમાજના ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે. જેમકે ભાવનગર ગ્રામ્ય પરસોતમ સોલંકી,મહુવામાં આર સી મકવાણા,પાલીતાણામાં ભીખાભાઇ બારૈયા પણ ક્યાંક વધુ સમાજના ઉમેદવાર પણ હારતા હોય છે. જેમ કે ભાવનગરના તળાજામાં કોળી સમાજના વધુ મતદાર હોવા છતાં તેના ગૌતમ ચૌહાણ 2017માં ચૂંટણી હારી ગયા હતા. આ હાર પાછળનું ગણિત ઉપર જણાવ્યું તેમ બીજા અને ત્રીજા નમ્બરના સમાજના લોકો બીજા નબરના સમાજના ઉમેદવાર તરફી મતદાન કરતા હોય છે જેથી જીત મળતી હોય છે.
સંમેલન અને સમાજની અસરઃ રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે સંમેલનના 10 વર્ષ પછી ટીકીટ માંગણી કરાઈ છે. જો કે ભાજપમાં ઘણા વર્ષોથી ધારાસભા ટિકિટ ભાવનગરથી મળી નથી.પરંતુ ભાજપ મહાનગરપાલિકા અને પંચાયતમાં સમાજને સાચવી લેતી રહી છે. વિધાનસભાની ઉઠેલી માંગ હવે દરેક પક્ષ માટે મૂંઝવણમાં જરૂર મૂકે છે. કારણ કે રાજપૂત અને ક્ષત્રિય બન્નેના સમાજના મતદારો 1 લાખ સુધી પોહચી જાય છે. આજદિવસ સુધી વિધાનસભામાં નિરીક્ષકો આવે પરંતુ ટીકીટ બીજાને મળી જાય છે. એટલે જ્ઞાતિ આધારિત જ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. પછી એક બહુમતી જ્ઞાતિના બે ઉમેદવાર એક પક્ષના ઉમેદવાર હોઈ તો પ્રતિષ્ઠા,કારકિર્દી,સમાજમાં પકડ વગેરે જોઈને ટીકીટ નક્કી થતી હોય છે.
આવનારા સમયમાં સંમેલનની રણનીતિઃ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ આધારિત ગણિત છે. કારણ કે, જે તે સમાજના વર્ચસ્વની વાત છે જેના પડઘા ગાંધીનગર સુધી પડતા હોય છે. આવા સમીકરણ સીધી રીતે અસર કરે છે કારણ કે, આવા સંમલેનથી સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે ફાયદો થાય છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતવિભાજન થતું. જો કોઈ સમાજમાંથી એક ટકાવારી કોંગ્રેસને મત આપે તો પણ બહુમતી ધરાવતા સમાજના મત અસર કરે છે. પણ આ વખતે આમ આદમી પાર્ટીનો ઉદય ધીમે ધીમે થઈ રહ્યો છે. પણ જોવાનું એ રહે છે કે, ફ્રીની ગેરેન્ટી ગુજરાતની પ્રજાને કેવી અને કેટલી અસર કરે છે.
શું કહે છે રાજનિતીક પાર્ટીઓ : પીઢ પત્રકાર ભરત વ્યાસે જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે ભાજપ કોંગ્રેસમાં વર્ષોથી એક પદ્ધતિ ચાલી આવે છે કે, જેને ટીકીટ માંગી હોય તેને ટીકીટ ના મળે અને બીજાને મળી જાય છે. ત્રીજો પક્ષ આપ આવી ગયો છે તે કેવી રીતે પસંદગી કરે કોઈને ખબર નથી. અમે જોયું નથી એ પહેલી વખત છે.જો કે એજન્સીઓને સર્વે કરાવવામાં આવતો હોય છે. કયો ઉમેદવાર આવશે ? કોણ પ્રતિષ્ઠા ધરાવે છે તે જોવાય છે. સેન્સમાં 15 લોકો ઉમેદવારી નોંધાવતા હોઈ જેમાં અનેક તો ખાલી ઇમેજ વગરના લોકોની માંગણી હોઈ છે. પહેલાના સમયમાં નાત જાત જોવામાં નોહતી આવતી પણ આજે રાજકીય પક્ષોની મજબૂરી બની ગઈ છે. બહુમતી વાળા મતદાર વાળા સમાજના લોકોને ટીકીટ આપવામાં આવે છે. જો કે જ્ઞાતિ આધારે ટીકીટ વહેચણી થતી હોય છે પણ આ વખતે ત્રીજો પક્ષ આપ આવતા કહેવું મુશ્કેલ છે ગણિત શુ હશે?