નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ભાજપની ગુજરાત કોર કમિટીની બેઠક ચાલી રહી છે. અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર છે. બેઠકમાં ગુજરાત ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા થવાની છે.
પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે બેઠક: બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપ કોર કમિટીના (Gujarat BJP Core Committee) તમામ નેતાઓ દિલ્હી પહોંચી ગયા હતા. આ પહેલા સોમવારે મોડી રાત સુધી અમિત શાહના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાતના મુખ્યપુરઘાન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. દરમિયાન, આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપવા માટે ભાજપ બુધવારે સાંજે તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (Central Election Committee)ની બેઠક યોજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને CEC અને રાજ્ય એકમના અન્ય સભ્યોની હાજરીમાં આ બેઠક યોજાશે. આ બેઠક દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાવાની છે.