ETV Bharat / bharat

Covid-19ના સમયગાળામાં સમાનરૂપે ફાળો આપનારી મહિલાઓ માટે આપણે આભારી છીએ

સમાનતા, સશક્તિકરણ અને અધિકારો આ એવા શબ્દો છે જેને આપણે જાણ્યે અજાણ્યે મહિલાઓ સાથે સાંકળીએ છીએ. અને આજે આ વિષય પર વાત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે Covid-19ની મહામારી વચ્ચે આપણે એ તમામ મહિલાઓના આભારી છીએ કે જેમણે આ મહામારી દરમીયાન પોતાનું યોગદાન આપ્યુ, તેમની અંગત જીંદગી અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે તાલમેલ જાળવ્યો અને કેટલીક મહિલાઓએ જરૂરીયાતના સમયે કોરોનાના દર્દીની મદદ પણ કરી. આ જ વિષય પર ETV Bharat Sukhibhavaની પેનલે કેટલીક મહિલા તબીબો સાથે વાત કરી. તેમની સાથેના વાતચીતના અંશો કંઈક આ પ્રમાણે છે. એક નજર તેના પર કરીએ.

International Womens Day 2021
International Womens Day 2021
author img

By

Published : Mar 8, 2021, 9:06 PM IST

ન્યૂઝ ડેસ્ક : પોતાની હાજરીની બાબતમાં મહિલાઓએ ભારતીય સમાજમાં લાંબી મજલ કાપી છે. એક સમાજ કે જે એક સમયે પિતૃસત્તાના ઉપદેશો આપતો હતો તેણે હવે મહિલાઓને તેના હકો આપવાનું શરૂ કર્યુ છે અને મહિલા સશક્તિકરણ માટે અવાજ ઉઠાવવાનું પણ શરૂ કર્યુ છે. આજે આઠમી માર્ચે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ ત્યારે યુનાઇટેડ નેશન્સે જાહેર કરેલી થીમ, “વુમન ઇન લીડરશીપ: અચીવીંગ એન ઇક્વલ ફ્યુચર ઇન કોવીડ 19 વર્લ્ડ” અંતર્ગત ETV Bharat Sukjibhava સાથે લગભગ એક વર્ષથી જોડાયેલી મહિલા તબીબોનો આપણે આભાર માનીએ છીએ. Covid-19 સમયે તેમાંની કેટલીક મહિલા તબીબોએ હોસ્પીટલમાં ચોવીસ કલાક દર્દીઓની સારવાર કરી હતી અને ફ્રન્ટલાઇન પર કામ કર્યુ હતુ. અન્ય કેટલીક મહિલાઓ હોસ્પીટલ સીવાય અન્ય જગ્યાઓ પર કામ કરી રહી હતી અને લોકોની માનસીક સ્થીતિનું ધ્યાન રાખી રહી હતી તેમજ આ બીમારી સામે કેવી રીતે લડી શકાય અને તેના વીશેની હકીકતો લોકો સુધી પહોંચાડી રહી હતી. તેમાંની કેટલીક મહિલાઓ સાથે અમે વાતચીત કરી અને તેમણે મહામારી દરમીયાનના પોતાના અનુભવો અને પડકારો વીશે વાત કરી.

હૈદરાબાદની એએમડી આયુર્વેદીક મેડીકલ કોલેજમા પ્રોફેસર અને આયુર્વેદમાં એમડી એવા ડૉ. રાજ્યલક્ષમી માધવમને જ્યારે કોવીડ દરમીયાન તેમની સામે આવેલા પડકારો વીશે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે, “એક આયુર્વેદીક ચીકીત્સક તરીકે ઓનલાઇન કન્સલ્ટેશનમાં મેં ઘણા પડકારોનો સામનો કર્યો કારણ કે અમે પલ્સ એક્ઝામીનેશન કરી શકતા ન હતા, પલ્પેશન, પર્ક્યુશન જોઈ શકતા ન હતા કે ઓસ્કલ્ટેશન તપાસી શકતા ન હતા. તેના કારણે રોગનું નીદાન કરવું થોડુ અઘરૂ બનતુ હતુ. અમે અમારા દર્દીઓને લેબોરેટરીમાં જઈને લોહી, પેશાબના કે અન્ય ઇમેજીંગ ટેસ્ટ માટેની સલાહ પણ આપી શકતા ન હતા. આ ઉપરાંત દવાની ઉપલબ્ધતા તેમજ લાંબી બીમારી માટે પંચકર્મની થેરાપી ન થઈ શકવાને કારણે પણ સારવારમાં પડકારો ઉભા થતા હતા.”

આ સમય દરમીયાન માનસીક સ્વાસ્થ્ય પર પણ અસર પડી હતી માટે અમારા પેનલ સાયકોલોજીસ્ટ અને સાયકીયાટ્રીસ્ટે પણ ટેલીફોનીક અને ઓનલાઇન કન્સલ્ટેશનને કારણે ઘણા પડકારોનો સામનો કર્યો હતો. દહેરાદૂનમાં રહેલા અમારા કન્સલ્ટન્ટ ક્લીનીકલ સાયકોલોજીસ્ટ ડૉ. વીણા કૃષ્ણન કહે છે કે, “મને કન્સલ્ટીંગના ઘણા કોલ આવવા લાગ્યા હતા જે મેં અટેન્ડ કર્યા. લોકડાઉન દરમીયાન દવા ઉપલબ્ધ ન હોવાને કારણે મારા ઘણા દર્દીઓને બીમારીઓએ ઉથલો માર્યો હતો અને જેઓને પદાર્થે મળી રહ્યા હતા તેમના લક્ષણો ઓછા થતા હતા. શરૂઆતમાં આ તમામ કેસને ટેકલ કરવા અઘરા થયા હતા પરંતુ સમય સાથે અમે તેમની સારવાર કરી શક્યા હતા. જ્યારે અમે કોઈ દર્દીની રૂબરૂમાં તપાસ કરીએ છીએ ત્યારે અમે તેમના પર સરળતાથી છાપ છોડી શકીએ છીએ પરંતુ ઓનલાઇન કન્સલ્ટેશનમાં અમારે દર્દી જે કહે તે ઉપરાંત કેટલીક ટેક્નીકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત નેટવર્ક ઇશ્યુને કારણે અમે તેમના ચહેરાના હાવભાવ વાંચી ન શકવાને કારણે નીદાન કરવામાં મુશ્કેલી અનુભવી હતી. જો કે મારા ભૂતકાળના અનુભવોને કારણે હું દર્દીઓને સપોર્ટ કરી શકી હતી.”

દહેરાદૂનના વરીષ્ઠ બાળ ચીકીત્સક ડૉ. લતીકા જોષીને પણ ઓનલાઇન પરામર્ષના પરીણામે બાળકોને નીદાન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કેમ કે બાળકોને વાયરસથી કેવી રીતે અસર થઈ શકશે તે વીશે ખુબ ઓછી માહીતિ હતી. “હોસ્પીટલમાં અમે યોગ્ય સ્વચ્છતાનું પાલન થાય છે કે કેમ તેની ચીંતા કરતા હતા તેમજ જો કોઈ બાળક હોસ્પીટલમાં દાખલ થાય તો અમે ખાતરી કરતા હતા કે તે દર્દી પોતાની સાથે વાયરસ ન લાવે અને અન્યોને ચેપ ન લગાડે. કેટલીક અનિશ્ચીતતાઓને કારણે પ્રારંભીક તબક્કો થોડો તનાવપૂર્ણ હતો પરંતુ જેમ જેમ વાયરસ વીશે અમને જાણકારી મળતી ગઈ તેમ તેમ અમે આ સમસ્યાનો સારી રીતે સામનો કરી શક્યા”

લોકડાઉન દરમીયાન દુનિયાભરની વર્કીંગ વુમનને પણ પોતાની વર્ક લાઇફ અને પરીવારને સંતુલીત કરવામાં મુશ્કેલી પડી હતી. તેમની પ્રોફેશનલ લાઇફની સાથે તેમણે તેમના પતિ, બાળકો, તેમના વડીલોનું ધ્યાન રાખવાની સાથે ઘરકામ પણ કરવુ પડ્યુ હતુ. ડૉ. રાજ્યલક્ષમીએ જણાવ્યુ હતુ કે, “અમને ઘરકામ માટે બહારથી કોઈ મદદ મળતી ન હોવાના કારણે દર્દીઓ સાથે ઘરકામ પણ કરવુ થોડુ મુશ્કેલી ભરેલુ હતુ. જો કે એક સારી વાત એ થઈ હતી કે હું વધુ વેબીનાર અટેન્ડ કરી શકી અને તેનાથી મને મારી સ્કીલ અપડેટ કરવાની અને વધુ માહિતી એકઠી કરવાની તક મળી ગઈ.” ડૉ. ક્રીષ્નને એમ પણ ઉમેર્યુ હતુ કે, “મને મારા પરીવાર તરફથી ઘણી મદદ મળી હતી. શરૂઆતમાં જ અમે અમારા ઘરકામની વહેચણી કરી હતી અને ધીરે ધીરે તે અમારી દીનચર્યા બની ગઈ અને આજે પણ અમે એ દીનચર્યાને અનુસરી રહ્યા છીએ. હું એ વાત થી પણ ખુશ છું કે મને મારા પરીવાર સાથે સમય વીતાવવાનો મોકો મળ્યો અને તેમની સાથે હું હળી મળીને રહી શકી.”

માટે જ ફ્રન્ટ એન્ડની વાત કરીએ કે બેક એન્ડની વાત કરીએ મહિલાઓએ પણ Covid-19 દરમીયાન પુરૂષો જેટલુ જ કામ કર્યુ છે. તેમણે આપણને આપેલી માહિતી, ટેકો અને સહકાર માટે આપણે તેમનો પુરતો આભાર માની શકીએ તેમ નથી. આ સાથે ભારત હવે એક એવા દેશ તરીકે ઉભરી રહ્યો છે કે જ્યાં મહિલાઓનું સશક્તિકરણ થઈ રહ્યુ છે અને તેને પુરૂષની સમોવડી ગણવામાં આવે છે અને આપણે ખરેખર તેના પર ગર્વ અનુભવવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.