ETV Bharat / bharat

મોદી સરકારે 30 જાન્યુઆરીના રોજ બોલાવી સર્વેદળીય બેઠક - CORONANEWS

સરકારે 30 જાન્યુઆરીએ સર્વદળીય બેઠક બોલાવી છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 1લી ફેબ્રુઆરીના રોજ રજુ થાનારા બજેટ સત્ર પહેલા મોદી સરકાર બધા દળો સાથે વાતચીત કરશે.

મોદી સરકારે
મોદી સરકારે
author img

By

Published : Jan 20, 2021, 12:45 PM IST

Updated : Jan 20, 2021, 1:18 PM IST

  • વીડિયો કોંન્ફ્રસંગના માધ્યમથી બેઠક મળશે
  • બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન કરશે
  • બજેટ સત્ર બે તબક્કામાં થશે

નવી દિલ્હી : સરકારે 30 જાન્યુઆરીએ સર્વદળીય બેઠક બોલાવી છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 1લી ફેબ્રુઆરીના રોજ રજુ થાનારા બજેટ સત્ર પહેલા મોદી સરકાર બધા દળો સાથે વાતચીત કરશે. કેન્દ્ર સરકારે 30 જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સથી મળનારી સર્વદળીય બેઠકમાં બધા જ દળોના નેતા તેમજ બંન્ને સદનના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

પહેલો તબક્કો 29 જાન્યુ. થી 15 ફેબ્રુ

કોરોના મહામારીને ધ્યાને લઈ બજેટ સત્ર 2 ભાગમાં આયોજિત કરવામાં આવ્યું છે.સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો 29 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેમજ બીજો તબક્કો 8 માર્ચ થી 8 એપ્રિલ સુધી આયોજિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેજ દિવસે એન.ડી.એની પણ બેઠક મળશે.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધ્યક્ષતામાં યોજાનારી આ સર્વેદળીય બેઠકમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, રાજયસભાના નેતા થાવરચંદ ગહલોત, ઉપનેતા પીયૂષ ગોયલ, સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશી, અર્જુન રામ મેઘવાલ અને મુરલીધરન સરકારની તરફથી ભાગ લેશે. આ બેઠકમાં રાજકીય દળોના બંન્ને પક્ષના નેતા ભાગ લેશે. સાડા આગિયાર વાગ્યાથી બોલાવાયેલી બેઠક વિડીયો કોંફ્રેંસિંગના માધ્યમથી થશે.

કોરોના ટેસ્ટ જરુરી હશે

29 જાન્યુઆરીથી શરુ થનાર બજેટ સત્રમાં ફરી એકવખત એક કલાકના પ્રશ્નનકાળ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે કોરોના કાળના કારણે સપ્ટેમ્બરમાં થયેલ ચોમાસુ સત્ર સમયે પ્રશ્નનો સમયગાળો રોકી દેવામાં આવ્યો હતો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, બજેટ સત્ર દરમિયાન સંસદમાં આવવાનારા સાંસદોનો કોરોના ટેસ્ટ જરુરી હશે.સૂત્રોના જણાવ્યા મુજબ, વિપક્ષના નેતા સંસદમાં આવખતે બજેટ સત્રમાં કૃષિ બિલ અને વોટસઅપનો મુદ્દો ઉઠાવશે.

Last Updated : Jan 20, 2021, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.