નવી દિલ્હીઃ ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડા બાદ સરકારી તિજોરી (Government Treasury) પર બોજ વધી ગયો છે. આવી સ્થિતિમાં, સત્તાવાર સૂત્રોનું માનવું છે કે રાજકોષીય ખાધને કાબૂમાં (Revenue Cut off) લેવા માટે સબસિડીનું વધુ કડક અને લક્ષિત રીતે સંચાલન કરવાની જરૂર છે. તારીખ 23મી મેના રોજ સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty on Fuel) ઘટાડી હતી. આના કારણે સરકારને વાર્ષિક એક લાખ કરોડ રૂપિયાની આવકનું નુકસાન થવાનો અંદાજ છે.
આ પણ વાંચોઃ આવકવેરા રિટર્ન ફાઇલ કયારે કરી શકાય, જાણો તે વિશે...
સબસીડીને મંજૂરીઃ અગાઉ એપ્રિલમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં DAP સહિત ફોસ્ફેટ અને પોટાશ (P&K) ખાતરો માટે રૂ. 60,939.23 કરોડની સબસિડીને મંજૂરી આપી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને છ મહિના માટે સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી છે.
મોટો પડકારઃ સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડા વચ્ચે ખોરાક અને ખાતર સબસિડીના વધારાના ખર્ચને પહોંચી વળવાનો પડકાર છે. આવી સ્થિતિમાં સબસિડીનું વધુ કડક અને લક્ષિત રીતે સંચાલન કરવાની જરૂર છે. PMGKAY હેઠળ, સરકાર દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ મફત રાશન અપાય છે. આ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ લોકોને પ્રાપ્ય સામાન્ય ક્વોટા છે.
આ પણ વાંચોઃ વ્યાજદર વધતા લોન લેવામાં આટલું ધ્યાન રાખજો, EMI બોજ નહીં લાગે
અનાજની ફાળવણીઃ એપ્રિલ, 2020 થી સપ્ટેમ્બર, 2022 સુધીમાં, સરકારે PMGKAY હેઠળ 1,003 લાખ ટન અનાજની ફાળવણી કરી છે. લગભગ અઢી વર્ષમાં 80 કરોડની વસ્તીને તેનો લાભ મળ્યો છે. આ ઉપરાંત, રોગચાળાના શરૂઆતના મહિનાઓમાં, સરકારે ત્રણ મહિના માટે મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા કરાવ્યા હતા. આ રીતે લગભગ 20 કરોડ મહિલા ખાતાધારકોને ત્રણ મહિનામાં 1,500 રૂપિયા મળ્યા છે.
આવા પગલાં લેવાયાઃ રાજકોષીય ખાધ સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને દર્શાવે છે. આ એ પણ દર્શાવે છે કે આ ગેપને ભરવા માટે સરકારે કેટલું દેવું લેવાની જરૂર છે. ગયા નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 6.7 ટકા હતી. સૂત્રોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા સરકાર પગલાં લઈ રહી છે.