શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની રામબન પોલીસે ગુલ બ્લાસ્ટ કેસમાં જબ્બારના જંગલોમાંથી બે ગ્રેનેડ જપ્ત (Gool blast case JK police recover 2 grenades) કર્યા છે. આ કેસના મુખ્ય કાવતરાખોર શૌકત અલી લાઇવાલના ખુલાસા પર આ ગ્રેનેડ મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, નજીકના ભવિષ્યમાં સુરક્ષા દળો પર તેનો ઉપયોગ કરવાના ઈરાદાથી આ ગ્રેનેડને જબ્બારના જંગલોમાં છુપાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો બોમ્બે હાઈકોર્ટે બિલ ગેટ્સને પાઠવી નોટિસ, મૃતકના પરિજનોએ 1000 કરોડનું માંગ્યું વળતર
પોલીસને મળ્યા ગ્રેનેડ પોલીસે જણાવ્યું કે, આરોપી શૌકત અલી લાઇવાલની થોડા દિવસો પહેલા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની સતત પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે સુરક્ષા દળો પર વિસ્ફોટકો વડે હુમલો કરવાના ષડયંત્રનો ભાગ હોવાની કબૂલાત કરી અને ખુલાસો કર્યો કે, આરોપીએ ગુલ વિસ્તારના જબ્બાર જંગલમાં વધુ બે ગ્રેનેડ છુપાવ્યા હતા. મુખ્ય ષડયંત્ર કરનાર શૌકત અલી લાઇવાલ સાથે પોલીસની એક વિશેષ ટીમ (Gool blast case JK police recover 2 grenades) ત્યાં સ્થળ પર પહોંચી હતી.
આ પણ વાંચો ઉલ્ફા ભરતી કેસમાં NIAએ આસામમાં પાડ્યા દરોડા
પોલીસ પોસ્ટ પર કર્યો હુમલો SSP રામબન, IPS મોહિતા શર્મા, SDPO ગુલ નિહાર રંજન, નાયબ તહસીલદાર ગુલ નઝીરની હાજરીમાં સ્થળ પરથી બે જીવંત ગ્રેનેડ મળી આવ્યા હતા. 2 ઓગસ્ટ, 2022 ના રોજ, કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન ગુલના (Gool blast case) કાર્યક્ષેત્ર હેઠળની પોલીસ પોસ્ટ પર વિસ્ફોટક ફેંક્યું. આ અંગે ગુલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.