- ગૂગલ ઉપાધ્યક્ષ સીજર સેમગુપ્તાએ આપ્યું રાજીનામુ
- ટ્વીટ કરીને તેમણે આપી જાણકારી
- સીજર સેમગુપ્તાએ ગૂગલમાં 15 વર્ષ વિતાવ્યા
હૈદરાબાદ : ગૂગલ ઉપાધ્યક્ષ સીજર સેમગુપ્તાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તેમણે એક ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.
આ પણ વાંચો : ગૂગલ પ્લે સ્ટોરે સેવા ફીમાં કર્યો ઘટાડો, જુલાઈથી નવા ડેવલપર્સને મળશે લાભ
બહારની દુનિયાની એક નવી સફર પર જઇ રહ્યા
તેમને પોતાની ટ્વીટમાં કહ્યું કે, 'ગૂગલમાં શાનદાર 15 વર્ષ વિતાવ્યા પછી હું બહારની દુનિયાની એક નવી સફર પર જઇ રહ્યો છું. હું હ્રદયથી આભાર, ખુશી અને ઘણી ઊંડી મિત્રતા લઇને જઇ રહ્યો છું.
આ પણ વાંચો : ગૂગલ પેના યુઝર્સ હવે નાણાકીય વ્યવહાર માટે મર્યાદા નક્કી કરી શકશે
સુંદર પિચાઇ અને અન્ય મિત્રોનો આભાર વ્યક્ત
આની જ સાથે તેમણે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને અન્ય મિત્રોનો આભાર વ્યક્ત કર્યો છે. સીજરએ પોતાની ટ્વીટમાં લિંક્ડઇન બ્લોગ પણ શેર કર્યો. જેમાં તેમણે કહ્યું કે, તેમનું રાજીનામુ ઘણા લોકોની માટે એક ઝટકો હશે.