- આજે ગુૃગલનો જન્મદિવસ
- ગુગલે બનાન્યું એનિમેટેડ ડુડલ
- કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ બનાવ્યું હતું ગુગલ
Google’s 23rd Birthday: : મોટાભાગના લોકોનું મનપસંદ સર્ચ એન્જિન ગૂગલ આજે તેનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. ગૂગલે આજે તેના હોમપેજ પર તેના જન્મદિવસનું ડૂડલ મૂક્યું છે. ફોટામાં જોયા મુજબ, ગૂગલ ડૂડલમાં ટોચ પર "23" લખેલી કેક છે, જેમાં "ગૂગલ" માં "એલ" ની જગ્યાએ જન્મદિવસની મીણબત્તી છે. આજનું ડૂડલ એનિમેટેડ ફીચર છે.
આ પણ વાંચો : શિક્ષકોએ શિક્ષણને અભડાવ્યું : શાળામાં દારૂ પીને આવ્યો આચાર્ય, શિક્ષક બન્યો ગુલ્લી માસ્ટર
2 વિદ્યાર્થીઓએ બનાવ્યું હતું ગુગલ
અગાઉ ગૂગલનો જન્મદિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવતો હતો. ગૂગલે સૌપ્રથમ 2005 માં 7 સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે પછી 8 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બરે ગૂગલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. કારણ કે 27 સપ્ટેમ્બરના રોજ કંપનીએ તેના સર્ચ એન્જિન પર રેકોર્ડ સંખ્યામાં પાના શોધ્યા હતા. ત્યારથી, કંપની આજ સુધી આ દિવસે તેનો જન્મદિવસ ઉજવે છે. સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના વર્ષ 1998 માં કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી. ગૂગલના સત્તાવાર લોન્ચિંગ પહેલા લેરી પેજ અને સેર્ગેઈ બ્રિને તેને 'બેકરબ' નામ આપ્યું હતું.
આ પણ વાંચો : વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ ભાજપના ધારાસભ્યદળની યોજાઈ બેઠક